પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 2-11-2017, ગાંધીનગર
આજે અક્ષરધામ રજતજયંતી મહોત્સવ હોવાથી તેના મુખ્ય સમારોહમાં જવા નીકળ્યા. હજારો હરિભક્તો ઊમટ્યા હતા. મુખ્ય રિસેપ્શનમાં પધાર્યા. અહીં જ નરેન્દ્રભાઈ મોદી આવે તેની રાહ જોવાની હતી. સ્વામીશ્રીને પત્રો પર સહી કરવાનું પૂછવામાં આવ્યું. સ્વામીશ્રીએ ‘હા’ કહી.
ઈશ્વરચરણદાસ સ્વામીએ પૂછ્યું : ‘આજના સમારોહમાં આપે બોલવાનું છે તે અંગે કાંઈ વિચારવું હોય તો...’
સ્વામીશ્રીએ ના કહી અને રોજ વાપરે છે તે જ સામાન્ય લાલ રંગના પેડનો ટેકો લઈને, એક પછી એક પત્રોમાં કાળી પેનથી સહી કરવા લાગ્યા.
આવો મોટો પ્રસંગ અને સ્વામીશ્રી તદ્દન નિશ્ચિંત હતા. તેનો તેઓને કોઈ ભાર નહોતો.
છેક મોદી સાહેબ પધારી ગયા છે તે સમાચાર મળ્યા ત્યાં સુધી સ્વામીશ્રીએ સહી કરી. 51 પત્રો ઉપર સહી થઈ ગઈ.
દિલ્હી અક્ષરધામ ઉદ્ઘાટન પ્રસંગે ડૉ. કલામ 15 મિનિટ મોડા આવ્યા હતા ત્યારે પ્રમુખસ્વામી મહારાજે પણ આવી જ રીતે પત્રલેખનમાં ગૂંથાવાનું પસંદ કર્યું હતું.
સ્વામીશ્રી દરેક પગલે ગુરુને જ અનુસરે છે...
Vachanamrut Gems
Gadhadã II-51:
Not Observing too Much or too Little
“For this reason, then, all renunciants should abide by the dharma of renunciants, all householders should abide by the dharma of householders, and all women should abide by the dharma of women. Even in this, one will not become happy if one behaves less than what is prescribed; nor will one become happy by behaving beyond what is prescribed. After all, the dharma prescribed in the scriptures has been written exactly as God has narrated; thus, there can be no discrepancy in it. Moreover, they are prescribed in such a way that they are easy to observe. Therefore, if one observes too much or too little, one will certainly become unhappy.”
[Gadhadã II-51]