પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૪૦
મ્વાન્ઝા, તા. ૧-૧૨-'૫૯
આજે બપોરે જમતાં જમતાં યોગીજી મહારાજે બાલમુકુંદ સ્વામીને કહ્યું, 'વાતું શીખતા રહેજો. નવરા ન બેસી રહેવું. નહિ તો પાઠ લેવા પડશે.'
ત્યારે બાલમુકુંદ સ્વામીએ હાથ જોડી નમ્રભાવે કહ્યું, 'બાપા ! પાઠ લેજો તો જ ખટકો રહેશે.'
પછી સ્વામીશ્રી કહે, વિજ્ઞાનદાસ સ્વામી તો પાઠ ન કર્યો હોય તો માળા છૂટી મારતા. તે ખટકો ખૂબ રખાવતા, તે અમે ૧૭ વર્ષ એમનો ભીડો સહન કર્યો છે, પણ બોલવાનું નહિ, કોઈને કહેવાનું નહિ. તો આટલા વધ્યા છીએ.
આ સાંભળી સંત સ્વામી કહે, 'અત્યારે તો કોઈ ઊભો ન રહે.' સ્વામીશ્રી જમતાં જમતાં હળવું હળવું હસવા લાગ્યા.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-63:
If a Person does Develop a Grudge
“… On the other hand, if a person does develop a grudge with God or His devotees, I do not even like to look at him. In fact, My anger with such a person never subsides…”
[Gadhadã II-63]