પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 2-11-2017, ગાંધીનગર
સ્વામીશ્રીના અલ્પાહાર બાદ સંતોના ગુણગ્રહણની વાતો ચાલી. તેમાં અત્યારે કૅનેડામાં સેવા આપતા નિત્યવિવેકદાસ સ્વામીની વાત નીકળી.
સ્વામીશ્રી કહે : ‘તેમનું ઍડ્રેસ (સરનામું) - લંડન, 15 આલ્ફા હાઉસ.’
સંતોને આશ્ચર્ય થયું ને પૂછ્યું : ‘આપ ક્યારે ગયા હતા ?’
સ્વામીશ્રી વધુ આશ્ચર્ય ઉપજાવતાં કહે : ‘ગયા નહોતા, પણ પત્રને લીધે.’
અર્થાત્ સ્વામીશ્રી તેમને પત્ર લખતા હતા તે પરથી તેઓને અત્યાર સુધી તે ઍડ્રેસ યાદ હતું.
સ્વામીશ્રીને ભક્તોનાં નામ-ઠામ-પ્રસંગ જે રીતે યાદ રહે છે, તે જોતાં તેમની આ યાદશક્તિ તેમની ભક્તો પ્રત્યેની આત્મીયતાનો જ પરિચય આપે છે.
Vachanamrut Gems
Gadhadã II-33:
The Only Thing in Shriji Maharaj's Heart and Mind
“… Should I recall in My mind any object or any person other than devotees of God, then I would feel comfortable only after I have totally distanced Myself from that object or person. Also, in My heart, in no way do I ever experience an aversion towards a devotee of God…”
[Gadhadã II-33]