પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 21-10-2017, લંડનથી દિલ્હી વિમાનમાં જતાં
આજે ટેમ્પાના રાજદીપભાઈએ સ્વામીશ્રીને પ્રશ્ન પૂછ્યો : ‘અમે માનસી કરીએ છીએ તે આપને પહોંચે છે ?’
સ્વામીશ્રીએ સ્મિત કરતાં ‘હા’ પાડી.
રાજદીપભાઈએ પૂછ્યું : ‘પણ અમને ખબર કેવી રીતે પડે ?’
‘શુદ્ધભાવ...’ સ્વામીશ્રીએ કહ્યું. અર્થાત્ ‘જે શુદ્ધભાવે કરો તે પહોંચે.’
પછી સુંદર આશીર્વાદ પણ લખી આપ્યા : ‘નાની-મોટી આર્થિક-માનસિક સેવાનો કોઈ પ્રશ્ન જ નથી, પણ શુદ્ધ હૃદય હોય તો બધું જ મહારાજ, સ્વામી, પ્રમુખસ્વામી મહારાજ ગ્રહણ કરે છે. જેમ દૂબળી ભટ્ટના 13 દોકડા.
- સા.કે. (સાધુ કેશવજીવનદાસ)
In Air from London to Delhi
(લંડનથી દિલ્હી જતાં હવામાં)
21-10-2017’
Vachanamrut Gems
Gadhadã III-28:
Realising that only God is All-Blissful
“One who has understood the greatness of God realises that only God is all-blissful, whereas the pleasures derived from the panchvishays have only a slight fraction of the bliss of God; thus he would never become attached to any object. The Moksh-dharma also mentions: ‘Compared to the bliss of the abode of God, the pleasures of the other realms are like narak.’ This is the understanding that a devotee of God should have. If he does not have this understanding, he will fall away from God…”
[Gadhadã III-28]