પ્રેરણા પરિમલ
આધ્યાત્મિક પ્રશ્નોત્તરી - ૫
યોગીજી મહારાજના દર્શન મુલાકાતે લંડનના 'કીલબર્ન ટાઈમ્સ'ના રીપોર્ટર ગેરી ચેપમેન તથા સાથે ફોટોગ્રાફર રેગ આવેલા. મુલાકાત દરમિયાન એમણે સ્વામીશ્રીને કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા. એમનો છેલ્લો પ્રશ્ન એ હતો -
ગેરી - 'આપના લંડન ખાતેના રોકાણ દરમ્યાન આપને અહીંના લોકોની કઈ વિશેષતા ગમી ?'
સ્વામીશ્રી - 'તેમને વાત કરીએ તો એ માની લે. મહેનત ન પડે.'
અને તુરત સ્વામીશ્રીએ તેમને કહ્યું, 'તમે અહીં આવ્યા છો તો એક નિયમ લો. ભગવાનનો આશરો કરો. પૂર્વનાં પાપ બળી જાય. દારૂ ન પીવો, એ એક નિયમ રાખો.'
વર્તમાન ધરાવી સ્વામીશ્રીએ એમને કંઠી પહેરાવી અને આશીર્વાદ આપ્યા, 'તમારાં કર્મ બધાં બળી ગયા. મોક્ષ થઈ ગયો. કંઠી કાઢવી નહિ અને એક માળા સ્વામિનારાયણ નામની ફેરવવી.' સાથેના ફોટોગ્રાફરને પણ એ સમજાવ્યું.
Vachanamrut Gems
Gadhadã III-23:
Attitudes Worthy of Being Imbibed
“When God and His Bhakta are pleased on a devotee, he should feel, ‘It is my great fortune that God and His Bhakta are pleased with me.’ Also, when, for the purpose of teaching a lesson, they reprimand him, he should feel, ‘It is my great fortune that they reprimand me; after all, it will help in removing my flaws.’ In this way, one should be pleased even if reprimanded; one should not feel any grief in one’s mind, nor get upset, nor even regard oneself as being very sinful. Indeed, one should always remain pleased. This attitude is also worthy of being imbibed.”
[Gadhadã III-23]