પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 6-10-2017, લંડન
એક આફ્રિકન મુમુક્ષુ ‘કેની’નો વિશેષ પરિચય આપતાં આત્મસ્વરૂપદાસ સ્વામીએ કહ્યું કે ‘પ્રમુખસ્વામી મહારાજની રુચિ જાણીને તે સંતોની જેમ એક મહિનાના સાત નિર્જળા ઉપવાસ કરે છે. ભગતજી મહારાજ વ્રત તો તેણે કેટલીય વાર કરી લીધું છે ! અને આપણે પૂછીએ તો કહે કે ‘તપ કરવું મને બહુ સહેલું પડે છે, કારણ કે નાનપણમાં હું ભૂખ્યો બહુુ રહ્યો છું. વળી, ભગતજી મહારાજનું જીવનચરિત્ર પણ તેણે વાંચી લીધું છે. પ્રશ્નો પણ જબરા પૂછે કે ‘મને ધ્યાનમાં મૂર્તિ દેખાતી નથી તો શું કરવું ?’ એકદમ મુમુક્ષુ છે. હવે તેની ઇચ્છા છે કે મારે સાધુ થવું છે. એણે આપને વિનંતી કરી છે કે આપ તો મારા આત્માને જોઈ શકો છો. તો મારા આત્માને સ્કેન કરીને આપ કહો કે મારે શું કરવું ? આપ જેમ કહેશો તેમ હું કરીશ.’
સ્વામીશ્રીએ તેની પર પ્રેમભરી અમીદૃષ્ટિ કરીને કહ્યું કે ‘ગૃહસ્થમાં રહીને ભગતજી મહારાજ જેવી સ્થિતિ મેળવો.’
‘કેની’ રાજી રાજી થઈ ગયો અને સ્વામીશ્રીની આજ્ઞા તેણે શિરે ચઢાવી. સ્વામીશ્રીનો પણ તેના પર ખૂબ રાજીપો થયો અને સામેથી તેને ભેટ્યા.
Vachanamrut Gems
Gadhadã III-14:
Which is the Best Type of Bhakti?
Then Nrusinhãnand Swãmi asked, “Of the nine types of bhakti, which is the best?”
Shriji Maharaj replied, "Of the nine types of bhakti, whichever type aids one in developing firm attachment to God is the best type of bhakti for that particular person."
[Gadhadã III-14]