પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 5-10-2017, લંડન
સ્વામીશ્રીએ ભોજન ગ્રહણ કર્યા બાદ સંતોને લાડુનો પ્રસાદ જમાડ્યો. વાતવાતમાં સ્વામીશ્રી મહત્તમ કેટલું અને ક્યારે જમ્યા છે, તેની વાત નીકળી. સ્વામીશ્રી રસપૂર્વક તે કહેવા લાગ્યા. જે સારરૂપે અત્રે પ્રસ્તુત છે :
(1) સ્વામીશ્રી યોગીબાપા સાથે દાદર મંદિરે હતા. સ્વામીશ્રીને તાવ હતો, તેથી જમવાની રુચિ નહોતી. તો યોગીબાપાએ ‘બોલાવો તેમને, દાળ-ભાત જમશે’ એમ કહીને જમવા બોલાવ્યા ને 6 લાડુ જમાડી દીધા. વળી, તે પણ મોટા મોટા !
સંતોએ પૂછ્યું : ‘લાડુ જમ્યા પછી તાવ...?!’
સ્વામીશ્રી આનંદથી કહે : ‘તાવ તો ક્યાંય ઊતરી ગયો ! ભૂકા...’ સૌ હસી પડ્યા.
(2) બીલીમોરામાં જયસુખભાઈ કોઠારીને ત્યાં યોગીબાપાએ પ્રમુખસ્વામી મહારાજ અને સ્વામીશ્રી બંનેને પાંચ-પાંચ લાડુ જમાડ્યા.
તેની સ્મૃતિ કરીને સ્વામીશ્રી કહે : ‘તેમાં 10% બેસન અને 90% ઘઉંનો લોટ હતો. સરસ લાડુ બન્યા હતા.’
સંતોએ પૂછ્યું : ‘યોગીબાપાએ ક્યારેય આપને મોઢામાં લાડુ કે કશું જમાડ્યું છે ?’
સ્વામીશ્રી કહે : ‘ના.’
‘તો પ્રમુખસ્વામી મહારાજે ?’ સૌ હસી પડ્યા.
આત્મસ્વરૂપદાસ સ્વામી જ સ્વામીશ્રી વતી કહે : ‘એ તો ખૂબ મર્યાદા રાખતા.’
(3) એક વાર ગોંડલમાં યોગીબાપાએ સ્વામીશ્રીને 33 ગુલાબજાંબું જમાડ્યા હતા.
સ્વામીશ્રી કહે : ‘મોટ્ટાં મોટ્ટાં.’
સંતોએ પૂછ્યું : ‘કેટલો સમય લાગેલો ? એક જ ટાઇમમાં જમી ગયા હતા ?’
‘જમવું જ પડે.’ સ્વામીશ્રીએ લહેકાથી કહ્યું.
(4) માણાવદરમાં યોગીબાપાએ સ્વામીશ્રીને કેસર કેરીનો રસ પાંચ પત્તર જમાડ્યો હતો. સ્વામીશ્રી કહે : ‘નક્કર, એક ટીપુંય પાણી નહીં. ગળા સુધી આવી ગયેલો... દાળ પીવી હતી પણ...’ એમ કહેતાં હસી પડ્યા.
(5) યોગીબાપાએ દાદર મંદિરે પત્તરમાં શિખંડનો ટેકરો કરીને સ્વામીશ્રી અને ઈશ્વરચરણદાસ સ્વામીને જમાડેલા. સ્વામીશ્રીએ સ્મૃતિ કરી કે નંદાજી પણ તે વખતે હતા.
(6) ગોંડલમાં યોગીબાપાએ સ્વામીશ્રીને 15 અડદિયા જમાડ્યા.
(7) વિદ્યાનગરમાં યોગીબાપાએ સ્વામીશ્રીને 19 પૂરણપોળી જમાડી. સ્વામીશ્રી કહે : ‘...અને મોટ્ટી મોટ્ટી.’
(8) આણંદમાં રણછોડભાઈની વાડીમાં યોગીબાપાએ સ્વામીશ્રીને 50 જલેબી જમાડી. સ્વામીશ્રી કહે : ‘મોટ્ટી મોટ્ટી.’ સ્વામીશ્રી તે વખતે યુવકમાં હતા.
મિતભુક અને મિતભાષી સ્વામીશ્રીને વાત્સલ્યથી ખૂબ જમાડીને યોગીજી મહારાજે આવી અનેક સ્મૃતિઓ આપી છે.
Vachanamrut Gems
Gadhadã II-48.7:
The Greatest Advantage of a Human Body
“… Thus, there is no greater advantage of possessing this human body than being able to constantly contemplate upon God in one’s heart – just as a person engrossed in the vishays constantly contemplates upon them in his antahkaran. Such a person is also the greatest amongst all devotees of God…”
[Gadhadã II-48.7]