પ્રેરણા પરિમલ
આધ્યાત્મિક પ્રશ્નોત્તરી - ૩
સને ૧૯૭૦માં લંડનમાં યોગીજી મહારાજના રોકાણ દરમ્યાન ત્યાંના સ્થાનિક વર્તમાનપત્રોમાં સ્વામીશ્રીની પ્રશસ્તિ કરતા વિવિધ સમાચારો પ્રગટ થતા. સ્વામીશ્રીની પ્રતિભાથી આકર્ષાઈને અન્ય વર્તમાનપત્રોના ખબરપત્રીઓ સ્વામીશ્રી પાસે દોડી આવતા હતા. તેઓ ખૂબ જ શિસ્તથી સ્વામીશ્રીની અદબ સાચવતા. પ્રશ્નો ઘણું ખરું લખેલા તૈયાર હોય. તે પણ ખૂબ જ સભ્યતાથી પૂછે. સ્વામીશ્રી જે ઉત્તરો આપે તે સ્વીકારે ખોટી દલીલ કે ચર્ચા નહિ. એમનાં પ્રશ્નો પણ ઘણીવાર એમ લાગે કે ભગવત્પ્રેરણાથી જ પૂછાતા હશે. તેમાં એક દિવસ 'ન્યૂઝ ઓફ ધી વર્લ્ડ'ના ખબરપત્રી ડેવીડ મર્ટન્સ આવેલા.
ડેવીડ - 'તમે ભગવાનના સાચા ભક્ત છો તેની પ્રતીતિ બીજાને કેમ થાય?'
સ્વામીશ્રી - 'જેને ભગવાનનો સંબંધ થયો છે તે બધાંને થાય.'
ડેવીડ - 'આ જગતમાં આપ કેવી રીતે રહો છો?'
સ્વામીશ્રી - 'ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે આ જગત નાશવંત અને તુચ્છ છે, તો તેમ માનીને આ દુનિયામાં રહીએ છીએ. જળકમળવત્ જેવું રહીએ છીએ.'
ડેવીડ - 'મૂર્તિપ્રતિષ્ઠામાં પ્રાણપ્રતિષ્ઠા થાય છે તો તેમાં આપનો પ્રાણ પ્રતિષ્ઠિત થાય છે કે શ્રીજીમહારાજનો?'
સ્વામીશ્રી - 'મૂર્તિઓમાં સત્પુરુષ શ્રીજીમહારાજનો પ્રાણ રેડે છે. તેથી તેમાં શ્રીજીમહારાજનો પ્રવેશ થઈ જાય.'
ડેવીડ - 'આપ ભગવાન સાથે વાત કરો તે બીજા કેમ જાણે?'
સ્વામીશ્રી - 'એ ભાવને પામ્યો હોય તે જાણે.'
Vachanamrut Gems
Gadhadã II-27:
The Need for Mandirs
“I have thought and realised that if one maintains too much renunciation or too much compassion, then one cannot offer bhakti towards God, thus causing a breach of upãsanã. For example, from the past, we notice that upãsanã eventually perished in those who were extreme renunciants. Therefore, having thought about this, and for the sake of preserving upãsanã, I have relaxed the emphasis on renunciation and have built mandirs of God. Thereby, even if only a little renunciation remains, upãsanã will at least be preserved, and through it, many jivas will attain liberation.”
[Gadhadã II-27]