પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 4-10-2017, લંડન
સ્વામીશ્રી વડીલ દિનની સભામાં પધાર્યા. સંચાલન કરતા નારાયણમુનિદાસ સ્વામીએ વડીલો વતી સ્વામીશ્રી સાથે પ્રશ્નોત્તરી શરૂ કરી.
પ્રશ્ન : ‘હવે અમારી ઉંમર 65 વર્ષ કે તેથી વધુ થઈ છે તો આ ઉંમરે અમારે શું કરવું જોઈએ?’
સ્વામીશ્રી માર્ગદર્શન આપતાં કહે : “સુબ્રમણ્યમ્ સાહેબે પ્રમુખસ્વામી મહારાજને પૂછ્યું હતું કે આપનો નેક્સ્ટ પ્રોજેક્ટ (હવે પછીનો પ્રકલ્પ) શું છે ?’ ત્યારે પ્રમુખસ્વામી મહારાજે ઉત્તર આપ્યો હતો કે ‘ભજન-ભક્તિ છે જ. એની અંદર અક્ષરધામ વગેરે આવી જાય છે.’ આપણે સત્સંગી છીએ, માટે આ જ કરવાનું છે.”
પ્રશ્ન : ‘આખી જિંદગી મમત્વથી કાર્ય કર્યું છે, તેથી પરિવારની ચિંતા રહ્યા કરે છે તેમાં કયો વિચાર રાખવો ?’
સ્વામીશ્રીએ કહ્યું : ‘આ જ. મહારાજે કહ્યું - અનંત જન્મનાં અનંત સગાં-સંબંધી છે, પણ તેમને આપણે યાદ નથી કરતાં. તેમ આયે ભુલાઈ જાય. ફાઇનલ જ્ઞાન, કે કોણ કુટુંબી ? એ એપ્લાય કરવું પડે. આવા જ્ઞાનથી અલિપ્ત રહેવું.’
પ્રશ્ન : ‘પરિવારમાં સંપ-એકતા રહે તે માટે અમારે શું કરવું ?’
સ્વામીશ્રી કહે : ‘એ તો રહેવું જોઈએ. પ્રમુખસ્વામી મહારાજે કહ્યું - પરમેનન્ટ પ્રોજેક્ટ શું છે ? ભજન-ભક્તિ. એ આપણા મનમાં રહેવું જોઈએ. પછી દીકરા-દીકરી જેમ કરે તેમ કરવા દેવું. મુખ્ય સત્સંગ કરે તે આગ્રહ રાખવો. પૈસા ને બધું તો આજે કરોડપતિ હોય ને કાલે રોડપતિ થઈ જાય. માટે સત્સંગ થાય તેવી પ્રાર્થના કરવી. માળા ફેરવવી.’
પ્રશ્ન : ‘કુટુંબમાં સ્વભાવોની વિચિત્રતા દેખાય ત્યારે શું કરવું ?’
સ્વામીશ્રી સ્મિત કરતાં કહે : ‘સહન કરવું, કારણ કે આપણે આપણા સ્વભાવો બદલી શકતા નથી તો બીજાના ક્યાંથી બદલવાના ? આપણા ટળી ગયા હોય તો સ્થિરતા રહે, ને ન ટળ્યા હોય તો પ્રશ્ન થાય. ભલે તમારી વાત સાચી હોય, તમને અનુભવ હોય, તેને અનુભવ નથી, તો તેને કરવા દેવું. બધા પ્રશ્નો સ્વભાવોના છે. આપણે સીધા આપણી પર આવી જવું. આપણા સ્વભાવો કેવા છે તે જોવું. સ્વભાવોથી પર અક્ષરધામ. માટે આ રીતે કરવું પડશે.’
પ્રશ્ન : ‘સહન થાય છે તે ઉદાસીનતાથી સહન થાય છે, પણ સહન કરવામાંય આનંદ રહે, સ્થિરતા રહે તે માટે શું કરવું ?’
સ્વામીશ્રી કહે : “ભગવાન એવા મળ્યા છે ને હિમાલય જેવા ! ને સામે સ્વભાવો-પ્રશ્નો ઢેફા જેવા. માટે ભગવાનનો મહિમા સમજાય તો સ્વભાવો ને બધું મુકાઈ જાય. આપણે મહારાજને પર કહીએ પણ 10થી 11 પણ પર કહેવાય. 10થી 100 પણ પર કહેવાય. 10થી 1,000 પણ પર કહેવાય. 10થી અબજ પણ પર કહેવાય. પણ મહારાજ તો અનંતગણા પર છે. મહારાજે કહ્યું - ‘હું પણ મારા મહિમાના પારને નથી પામતો.’ આવો મહિમા સમજાય તો કાંઈ ઊભું જ ન રહે. બધું બાષ્પીભવન, ભસ્મીભૂત થઈ જાય.”
જીવન જીવવાની જડીબુટ્ટી સ્વામીશ્રીએ વડીલોને શીખવી દીધી.
Vachanamrut Gems
Jetalpur-2:
Who can be called a 'Yati'?
Thereupon Brahmãnand Swãmi bowed before Shriji Mahãrãj and asked, “Mahãrãj, please reveal who can be called a ‘yati’?”
Shriji Maharaj said, "One who firmly observes brahmacharya and has conquered all of his indriyas should be known as a 'yati'; i.e., one who is like Hanumanji and Lakshmanji should be known as a 'yati'."
[Jetalpur-2]