પ્રેરણા પરિમલ
હેતાળાં કામણગારાં
(બ્રહ્મસ્વરુપ યોગીજી મહારાજના અંતેવાસી અને હાલમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાની વિશ્વવ્યાપી સંત્સંગ અને સામાજિક પ્રવૃત્તિના સંયોજક સંત ઈશ્વરચરણ સ્વામીની કલમે નોંધાયેલા અવિસ્મરણીય પ્રસંગને માણીએ.)
આજે વર્ષો પછી પણ એ પ્રસંગો મારી આંખો સામે તરવરતા જણાય છે. કલ્પનામાં પણ ન સમાઈ શકે, આંખોમાંથી છલકાઈ જાય એવી અલૌકિક લાગણીઓને સ્પર્શતા, મર્મસ્થાનને ભેદતા, એ પ્રસંગોમાં આજે પણ એવું જ ચેતન છે. લગભગ અગિયાર વાગ્યા હશે. હું રસોડામાં કામ કરતો હતો. જરા બારીમાં નજર ગઈ તો હિમગિરિના ઉત્તંગ શિખરોની સરસાઈ કરવા જતું, આધુનિકતામાં રચાયેલું ગગનચૂંબી મહાલયોથી ખડકાયેલું, સોલ્સબરી શહેર દેખાયું, એવામાં અવાજ આવ્યો,
'ગુરુ ! શું કરો છો ?' મીઠો અવાજ સંભળાયો. કાન ફફડાયા.
એ સમયે મકાનમાં ખાસ કોઈ ન હતું. અંદરના બેઠક ખંડમાં યોગીજી મહારાજ બેઠા હતા. ત્યાંથી ઊભા થઈ બે, ચાર ખંડો ઓળંગી સ્વામીશ્રી ક્યારે મારી પાસે આવીને ઊભા રહ્યા એ હું વિચારતો જ રહ્યો. હું ગૂંચવાયો હતો. એવામાં એકાએક સ્વામીશ્રી મારી બાજુમાં આવી નીચે બેસી ગયા. ઠંડીને લીથે નીચેની જમીન (wooden floor) પણ ઠંડી થઈ ગઈ હતી.
કંઈક સૂઝપડતાં હું જેની ઉપર બેઠો હતો તે પાટલો મેં સ્વામીશ્રીને બેસવા ઢાળી આપ્યો. થોડી આનાકાની કરતાં સ્વામીશ્રી એના ઉપર બેઠા.
'શું શું તૈયાર થયું છે ? શું બાકી છે ?' વગેરે પૂછપરછ સ્વામીશ્રીએ અત્યંત સાહજિકતાથી કરી.
હું તો આશ્ચર્યની પરંપરા જોઈ રહ્યો હતો. કારણ, આવી રીતે એકલા રસોડામાં પધારી મારી નજીક બેસી જઈ સ્વામીશ્રી મારામાં આટલો બધો રસ લે, એ અચરજ મારા મગજમાંથી ખસતું જ ન હતું. હું રોટલી બનાવતો હતો. રોટલી શકાઈ જાય એટલે ફૂલાવેલી રોટલી જમીન ઉપર પછાડી હું વાસણમાં ગોઠવતો હતો. આ જોઈ સ્વામીશ્રી હળવેકથી કહે, 'આમ રોટલી નીચે જમીન ઉપર ન પછાડવી. નીચે એક વાસણ રાખો અથવા છાપુ મૂકો. પછી તેની ઉપર રોટલી પછાડો.' મને મારી ભૂલ સમજાઈ ગઈ. જમીન કદાચ સ્વચ્છ હોય તો પણ એમ કરવું યોગ્ય ન હતું. સગડીથી થોડે દૂર નીચે એક છાપું રખાવ્યું. પછી પોતે જાતે શેકેલી રોટલી ફુલાવીને છાપા ઉપર પછાડી બતાવી. પછી વાસણમાં ગોઠવી. એમ બે-ત્રણ વાર મને બતાવ્યું.
આ બધી ઘટનાઓ મેં એક સ્વપ્નની જેમ નિહાળી. ત્યારે હું જુદી જ ભૂમિકામાં હતો. પછી સ્વામીશ્રી નિરાંતે મારી સાથે વાતો કરવા લાગ્યા. યંત્રવત્ કામ કરતા મારાથી વચમાં કંઈ ભૂલ થઈ જતી તો સ્વામીશ્રી ટકોર કરતા રહેતા હતા.
'આપણે ભગવાન ભજી લેવા... મનુષ્ય દેહે કરીને આ જ કરવાનું છે... આવો લાભ ફરી નહિ મળે... અમે નાના હતા ત્યારે કૃષ્ણચરણદાસ સ્વામીનું મંડળ ગામમાં આવે. અમે એમની સેવા કરીએ. એમના વચને સાધુ થયા તો અત્યારે કેવા સુખી છીએ... તમારે સાધુ થવાનું છે, કો' થઇશ ! આ સેવા મોટા દેવતાઓને પણ મળતી નથી...' આવી સાંખ્યની ને યોગની કેટલીય વાતો સ્વામીશ્રીએ ઘણીવાર સુધી મને કરી. વચ્ચે વચ્ચે મારી સંમતિ માંગતા મને સજાગ પણ રાખતા જતા હતા. ખૂબ જ ધીર ગંભીર ભાવે, અંતરના ઉમળકાથી, જીવનું પરમ હિત કરવાના એકમાત્ર ભાવથી સ્વામીશ્રી એક પછી એક વાત મૂકી રહ્યા હતા. કૃતજ્ઞતાના ભાર નીચે મારું મન દબાયે જતું હતું. કેટલો સમય વીતી ગયો તેની ખબર જ ન રહી. પછી સ્વામીશ્રી ઊઠ્યા. બીજી રસોઈઓ તૈયાર હતી તે પણ રસપૂર્વક નિહાળી પ્રશંસાનાં વચનો કહ્યાં. થોડું સૂચન પણ કર્યું. પછી પોતે મને ત્યાં છોડીને બેઠક ખંડમાં એકલા જઈ રહ્યા હતા, પણ હું હાથ પકડીને સાથે ગયો. કેટલીયવાર સુધી એ દૃશ્ય મારી નજર સામેથી ખસી શક્યું જ નહિ. અમારા આફ્રિકાના પ્રવાસ દરમિયાન ઘણીવાર સ્વામીશ્રી રસોડામાં મારી પાસે આવતા ને મારા જેવડા બની જતા !
Vachanamrut Gems
Gadhadã III-13:
Shriji Maharaj's Intense Love for God and His Devotees
“In addition, the profound affection that I have for God and His devotees is so strong that even kãl, karma and mãyã are incapable of eradicating that affection. In fact, even if My own mind attempted to eradicate it, it would definitely not be eradicated from My heart. Such is the intense love I have for God and His devotees.”
[Gadhadã III-13]