પ્રેરણા પરિમલ
યોગી યુવક ઉપવાસ કૉલેજ
એકવાર યોગીજી મહારાજ ઉતારામાં બપોરના સમયે બેઠા હતા. ઘણું કરીને હમેશા એમની આસપાસ સત્સંગી યુવાનો વિંટળાયેલા જ હોય. તે વખતે સ્વામીશ્રીએ પાંચ-સાંત યુવકોને બીજે દિવસે ઉપવાસ કરવા આજ્ઞા આપી હતી. તેટલામાં એ યુવકો તેમના દર્શને આવી ચડ્યા. તુરત સ્વામીશ્રીએ એક યુવકને કહ્યું, 'કાલે ઉપવાસ કરશો ને ?'
'હા બાપા.'
'નિર્જળા કરવાનો હોં ! લ્યો થાપો.' એમ કહી બીઠ થાબડી. પછી હસતાં હસતાં બોલ્યા, 'આ તો ઉપવાસની કૉલેજ છે. અહીં જે આવે એને ઉપવાસ મળે જ.'
એક યુવકે ઉત્સાહમાં આવી જઈ સૂચન કર્યું, 'યોગી ઉપવાસ કૉલેજ.'
'ના, યોગી યુવક ઉપવાસ કૉલેજ.' યોગીબાપાએ જાતે સુધારો કરી નામ વધાવી લીધું. પોતાના વહાલા યુવકોને પ્રવૃત્તિમાં જોડ્યા વગર એમને હેત કેમ થાય ? અને હેત વગર એમનું વચન પણ કેમ મનાય ? નાના બાળકો, કિશોરો, યુવાનો કે જે દિવસમાં ચાર-પાંચ વખત જમતા હોય, જે એક ટંક પણ ભૂખ્યા ન રહી શકે, તેઓ યોગીબાપાના વચને પ્રેમથી-સામેથી માગીને નિર્જળા ઉપવાસ કરે -તે શું આશ્ચર્ય ન કહેવાય !
Vachanamrut Gems
Gadhadã III-28:
A Devotee Free of Expectations
“If a devotee of God were placed on a shuli due to some karma of his, and if at that time I were standing next to him, the devotee would still not think, ‘It would be good if God would free me from the pain of this shuli.’ In this manner, he is not concerned about his own physical comforts. Instead, he bears the hardships that befall him. As a result, God becomes extremely pleased with such a devotee who is free of all expectations.”
[Gadhadã III-28]