પ્રેરણા પરિમલ
તો સ્વરાજ્ય મળ્યું
યોગીજી મહારાજ રાજકોટ પધાર્યા હતા. રાજકોટમાં જ્યુબીલી બાગ પાસેથી પસાર થતા ત્યાં ચોકમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમા હતી. તે જોઈ સ્વામીશ્રી કહે, 'ગાંધીજી સાદા બહુ હતા, ત્યાગ બહુ, ખાય નહિ. બકરીનું દૂધ પીતા. તપ કર્યું તો સ્વરાજ મળ્યું અને શાસ્ત્રીજી મહારાજ મળ્યા. અમે હંમેશાં દેશની આઝાદી માટે શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાથી ૨૫ માળા ફેરવી. શ્રીજીમહારાજને તપ બહુ વહાલું. શાસ્ત્રીજી મહારાજ ઘણું તપ કરતા. સ્વામીએ તપ કર્યું. તપથી રાજીપો મળે...' આમ, યોગીજી મહારાજ તેમની જીવનભાવના પ્રસંગોચિત્ત વહાવતા.
Vachanamrut Gems
Gadhadã II-63:
Miseries Expelled by the Darshan of God and His Sant
“Countless types of mental and physical suffering arise during the final moments of a person’s life. But when one has the darshan of God and His Sant, all those miseries are expelled. Such is the greatness of God and His Bhakta. In actual fact, the Bhakta of God is indeed nothing but a form of Brahma. That is why one should never perceive human traits in him.”
[Gadhadã II-63]