પ્રેરણા પરિમલ
પ્રસાદીની વસ્તુઓ
બોચાસણમાં રોજની જેમ ઠાકોરજીનાં દર્શન કરી યોગીજી મહારાજ રંગમંડપમાં પધાર્યા. અહીં શ્રીજીમહારાજની પ્રસાદીની વસ્તુઓનાં ખૂબ નીરખી નીરખીને દર્શન કર્યાં.
એ વખતે મૂળીના સંતો પધાર્યા હતા, તેમને બધી વસ્તુઓ બતાવવા લાગ્યા અને કહે : 'આ વસ્તુ લીમલીથી લાવેલા. શાસ્ત્રીજી મહારાજ ત્યાં પધાર્યા હતા. હરિભગતને પૈસાની જરૂર હતી. શાસ્ત્રીજી મહારાજે તેમની પાસેથી સાતસો રૂપિયામાં લીધી. આજે દસ હજાર આપતાં પણ ન મળે. આ તો અમૂલ્ય. પહેલાં નાના પટારામાં બધું રાખેલું. પછી પ્રદર્શન કર્યું. આપણે અમદાવાદ અને વડતાલમાં તો ઘણું બધું છે. અમે તો ગરીબ રહ્યા ને, તે આટલું જ છે. પણ શ્રીજીમહારાજની પ્રસાદી ક્યાંથી ? લાખો રૂપિયા આપતાં ન મળે. આ વાસણો, આ શ્રીજીમહારાજે લખેલા કાગળો, બધું જ પ્રસાદીનું...' એમ ઘણી વાતો કરી સંતોને પ્રસાદીની વસ્તુઓ નીરખતા અને એનું વર્ણન કરતા સ્વામીશ્રીની આંખો અને મુખ પાણીથી ભરાઈ જતાં હતાં. જાણે એ સ્થાવર વસ્તુઓમાં પણ પોતે સાક્ષાત્ શ્રીજીમહારાજને જ નિહાળી રહ્યા ન હોય!
Vachanamrut Gems
Gadhadã III-27:
Developing Conviction of God on the Word of the Sant
“What is the conviction of God? Well, consider how it is in worldly life. Since childhood, one has the conviction of one’s parents, caste, sub-caste, ãshram, gender, as well as the conviction that this is an animal, this is a man, this is water, this is fire, this is the earth, this is the wind, this is the sky, and so on. All this is due to the scriptures. Even if one has not heard the scriptures, one has been convinced by principles prevalent in society – which themselves were derived from the scriptures. Similarly, the attributes of the Sant – being free of lust, avarice, egotism, taste, attachment, etc. – are also described in the scriptures. The Sant who possesses these attributes has a direct relationship with God. Therefore, one should develop the conviction of God based on his words. In fact, to have firm faith in the words of the Sant is itself the conviction of God.”
[Gadhadã III-27]