પ્રેરણા પરિમલ
આધ્યાતિમક પ્રશ્નોત્તરી - ૧
તા. ૨૭-૫-૧૯૭૦ના રોજ લંડનમાં યોગીજી મહારાજના દર્શન મુલાકાતે 'સન્ડે ટાઈમ્સ' સાપ્તાહિકના રીપોર્ટર ડેવીડ બ્લોન્ડી આવેલા. એમણે સ્વામીશ્રી સમક્ષ આધ્યાત્મિક પ્રશ્નોત્તરી કરી હતી. તેનાં કેટલાક અંશો :
ડેવીડ- 'ઇગ્લેંડમાં આપની શું પ્રવૃત્તિ રહેશે ?'
સ્વામીશ્રી - 'સત્સંગની, બીજી નહિ...'
ડેવીડ - 'અહીં દર્શને આવે તેની આધિવ્યાધિ, ઉપાધિ ટળી જાય કે નહિ?'
સ્વામીશ્રી - 'ટળી જાય. ભગવાન અને સંતનાં દર્શન કરવાથી આધિ-વ્યાધિ ને ઉપાધિ ટળી જાય. તે ખાત્રી છે પણ મહિમાએ સહિત દર્શન કરવાં જોઈએ.'
ડેવીડ - આપને કોઈ આધિ-વ્યાધિ કે ઉપાધિ આવી છે ખરી?
સ્વામીશ્રી - 'જીંદગીમાં યે આવી નથી...'
ડેવીડ - 'આપને ઇગ્લેન્ડમાં આનંદ આવે છે?'
સ્વામીશ્રી - 'ઇગ્લેન્ડ અમને ગમ્યું. શાંતિ થઈ. અમારા ઈષ્ટદેવ શ્રીજીમહારાજ અહીં સર માલ્કમને દિવ્ય દેહે તેડવા આવેલા, તેથી અમને ઈગ્લેન્ડ ગમ્યું.'
'શ્રીજી મહારાજ અહીં દિવ્ય દેહે પધારેલા એથી અમને ગમ્યું.' એમ સ્વામીશ્રીએ શ્રીજીમહારાજના સંબંધનું કારણ બતાવ્યું, નહિ કે અહીંની સુખ-સમૃદ્ધિનું.