પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 21-9-2017, રોબિન્સવિલ
આજે સ્વામીશ્રી અલ્પાહાર કરવા બિરાજ્યા ત્યારે ઈશ્વરચરણદાસ સ્વામી સંતોને ઉદ્દેશીને કહે :
“સ્વામીશ્રીની કૃપાથી આ બધાને કારણે સમાસ થાય છે ને આર્થિક સેવાઓ આવે છે, પણ શાસ્ત્રીજી મહારાજનું વરદાન છે કે ‘જ્યારે જરૂર પડશે ત્યારે વાંધો નહીં આવે, પણ...”
સ્વામીશ્રી હસીને કહે : ‘ખેંચ તો રહેશે જ.’
ઈશ્વરચરણદાસ સ્વામી કહે : ‘અને તકલીફ પડે તો પૂરું કરવાવાળા મહંત સ્વામી મહારાજ બેઠા છે.’
સ્વામીશ્રીએ તરત પાછળ અક્ષરપુરુષોત્તમ મહારાજ અને યોગીબાપા, સ્વામીબાપાની મૂર્તિઓ તરફ નિર્દેશ કર્યો કે ‘પૂરું કરવાવાળા આ છે, હું નહીં...’
સ્વામીશ્રી એક ક્ષણ પણ મહારાજ-સ્વામીના કર્તાપણાનું અનુસંધાન ચૂકતા ન હોય ત્યારે જ આવો પ્રતિભાવ ત્વરિત આપી શકે.
Vachanamrut Gems
Vartãl-13:
Doing Darshan with Shraddha Causes Samadhi
“… Similarly, when a person does darshan of God’s form with shraddhã, be it the form of a king or the form of a sãdhu, his indriyas are drawn towards God. Then one attains samãdhi.”
[Vartãl-13]