પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 13-9-2017, ઍડિસન
આજે સ્વામીશ્રી જમી રહ્યા હતા ત્યારે એક બાળક મોટેથી બોલ્યો : ‘જલેબી જમો.’
આમ તો આપણને ખ્યાલ છે કે સ્વામીશ્રીને મિષ્ટાનમાં બહુ રુચિ નથી; પણ બાળક બોલ્યો તેથી તરત જ સ્વામીશ્રીએ જલેબીનો એક ટુકડો લીધો અને જમ્યા !
તેના પિતાએ કહ્યું : ‘એને જલેબી બહુ ભાવે છે, તેથી થાળમાં જલેબી જોઈને તેણે આપને જમવાનું કહ્યું.’
આ સાંભળીને સ્વામીશ્રીએ તરત જ બધા બાળકો માટે જલેબી મંગાવી લીધી.
આમ તો સ્વામીશ્રીની આજ્ઞા પ્રમાણે સૌ બાળકોને સ્વામીશ્રીના ભોજનની શરૂઆતમાં જ ચૉકલેટ રૂપી પ્રસાદ આપી દેવામાં આવે છે, પણ આજે આ વિશેષ પ્રસાદ હતો.
જલેબી લાવવાનું આયોજન થઈ ગયું, પણ, હવે સ્વામીશ્રી કેટલું ઊંડું વિચારે છે તે જુઓ...
સ્વામીશ્રી સંતોને કહે : ‘ચૉકલેટની જેમ આ જલેબી બધાને ન આપતા, જેને ભાવે તેને જ આપજો.’
આ છેલ્લું વાક્ય ખરેખર ખૂબ જ કીમતી હતું. સ્વામીશ્રી સમજે છે કે આજની પેઢીને અને ખાસ કરીને પરદેશની ભૂમિ પર જન્મેલી નવી પેઢીને જલેબી કદાચ ન પણ ભાવે. આથી, જલેબીનો પ્રસાદ રુચિ પ્રમાણે અપાય તો સારું !
આવા પ્રસંગે આપણને ખ્યાલ આવે કે સત્પુરુષ અને બાળકો-યુવકો વચ્ચે ‘Generation Gap’ કેમ ક્યારેય ઊભી નથી થતી !
Vachanamrut Gems
Jetalpur-5:
There is Nothing Greater than Worshipping God
“Everyone please pay attention; today I wish to talk to you about things as they really are. Specifically, there is nothing greater than worshipping God. Why? Because everything happens according to the will of God…”
[Jetalpur-5]