પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 12-9-2017, ઍડિસન
સાંજે એક્સ્પો હૉલમાં ‘સફળતા દિન’ની સભામાં પધાર્યા. વિદ્યાર્થી યુવકોએ પોતાના જીવનમાં આવતા પ્રશ્નો લઘુસંવાદ દ્વારા રજૂ કર્યા અને સ્વામીશ્રીએ માર્ગદર્શન આપ્યું.
નિયમ-પાલનમાં સંઘર્ષ સંબંધી પ્રશ્ન પુછાયો.
સ્વામીશ્રી કહે : “જેને નિયમ પાળવા જ હોય એ ગમે ત્યાં જાય - આકાશ-પાતાળમાં પણ પાળે. બીજી વાત - શ્રીજીમહારાજને રાજી કરવા છે કે મિત્રોને ? મિત્રો ‘વાહ વાહ’ કરે, થાબડે. જ્યારે ભગવાન કેટલું બધું આપે ? સત્સંગીને તો આજ્ઞા છે. ટૂંકમાં, શ્રીજીમહારાજને રાજી કરવા છે કે મિત્રોને ? મહારાજ રાજી થાય એવું કરવું.”
બીજો પ્રશ્ન પૈસા પાછળની દોડ સંબંધી પુછાયો.
સ્વામીશ્રી કહે : “નેપોલિયન ધ ગ્રેટ કહે છે I have never seen one happy day in my life (મેં મારા જીવનમાં સુખનો એક દિવસ જોયો નથી). સિંકદર, કિંગ સૉલૉમન તો જ્ઞાનની સાખીઓ લખતો, પણ કહ્યું છે -
I am chasing a fist full of wind (હું હવામાં બાચકા ભરું છું). એણે આપઘાત કરવા પ્રયત્ન કર્યો છે.”
ટોલ્સ્ટોય ટિચાઈ ટિચાઈને મર્યા.
બધું હોય પણ ‘તમે ગધેડા છો’ એમ કોઈ કહે તો બધું સુખ ઊડી જાય, નીકળી જાય. પરમ શાંતિ એ સફળતા.
છેલ્લો પ્રશ્ન પુછાયો : ‘પૂર્ણ સફળતા એટલે ?’
સ્વામીશ્રીએ આઇ-પેડ ઉપર ઉત્તર લખ્યો : ‘અંતરમાં પરમ શાંતિ રહે.’
સફળતાની એટલી સચોટ વ્યાખ્યા તો જે પોતે પૂર્ણ સફળ હોય તે જ આપી શકે.
Vachanamrut Gems
Gadhadã III-7:
Having Taken the Refuge of God
“God, who possesses a definite form, is always present in His abode, Brahmapur. Devotees of God, who also possess a form, remain in His service in that abode. Therefore, one who has taken firm refuge in the manifest form of God should not harbour the following fear in one’s mind: ‘What if I become a ghost or an evil spirit, or attain the realm of Indra or the realm of Brahmã after I die?’ One should not harbour such doubts in one’s mind. After all, a devotee of God who possesses the understanding mentioned earlier definitely attains the abode of God; God does not leave him astray anywhere in between.”
[Gadhadã III-7]