પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 20-9-2017, રોબિન્સવિલ
આજે સ્વામીશ્રીનાં ભોજન-દર્શન દરમિયાન ખાસ પોતાની કળા પાવન કરવા પદ્મવિભૂષણ ઉસ્તાદ સાબરીખાનના સુપુત્ર વિશ્વપ્રસિદ્ધ સારંગીવાદક ઉસ્તાદ કમાલ સાબરી આવ્યા હતા.
તે દર વર્ષે સારંગીવાદનના કાર્યક્રમ આપવા અમેરિકા અને ટોરન્ટો આવે છે. આ વખતે તે અમેરિકા આવ્યા ત્યારે ગુણસાગરદાસ સ્વામીને મળવા ફોન કર્યો. ગુણસાગરદાસ સ્વામીએ જણાવ્યું કે ‘તે ગુરુ મહંત સ્વામી મહારાજનાં દર્શન-સમાગમનો લાભ લઈ રહ્યા છે.’
શ્રી કમાલ સાબરી ચુસ્ત મુસલમાન છે, પણ આપણાં મંદિરો અને સંતોથી પ્રભાવિત છે. સ્વામીશ્રીનું નામ સાંભળતાં જ તેમણે સ્વામીશ્રીનાં દર્શન કરવાની તીવ્ર ઇચ્છા દર્શાવી અને જો શક્ય હોય તો કળા રજૂ કરવાની પણ... તેમણે કહ્યું : ‘સ્ટેજ હોય કે ન હોય, મારે તો મારી કળા પાવન કરવી છે, બસ...’
અત્યારે સ્વામીશ્રીનાં ભોજન-દર્શન દરમિયાન તેમની ઇચ્છા પૂર્ણ થાય તેવું આયોજન શક્ય બની ગયું.
સ્વામીશ્રીને પ્રણિપાત કરીને ખૂબ ભાવથી તેમણે સારંગીના સૂરો છેડ્યા...
ગુણસાગરદાસ સ્વામી શ્રી કમાલને જમવા લઈ ગયા. તેમણે જમતાં જમતાં વાત કરી કે ‘હું સારંગી વગાડતાં સ્વામીશ્રી સામે જોઈ રહ્યો હતો ત્યારે આંખ એવી મળી - ને તેઓની આંખોમાંથી જે તેજ નીકળ્યું તે હું જીરવી ન શક્યો. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં... એમની દિવ્યતા, એમની પવિત્રતા, એમનું વ્યક્તિત્વ મને સ્પર્શી ગયું.’
ગઈકાલે એક શ્વેતરંગી ઉદ્યોગપતિ અને આજે એક મુસ્લિમ કલાપતિ સ્વામીશ્રીથી આકર્ષાયા. ખરેખર, સ્વામીશ્રી સૌના છે.
Vachanamrut Gems
Amdãvãd-2:
The Best Devotee
“… Therefore, one who, having discarded mãyik influences, becomes brahmarup and then worships God is the best devotee.”
[Amdãvãd-2]