પ્રેરણા પરિમલ
મહિમાનું દર્શન
મોમ્બાસામાં તા. ૭-૫-૧૯૭૦ના રોજ મંદિરમાં સભાપ્રસંગમાં યોગીજી મહારાજ કહે, 'આપણે કરમશીભાઈને ત્યાં શ્રીજીમહારાજનાં પગલાં છે તે જોવા જવું છે.'
'એ ઘર ખાલી કરી નાખ્યું અને પગલાં નથી...' હરિભક્તોએ કહ્યું. કરમશીભાઈને ત્યાં શ્રીજીમહારાજે દિવ્ય દેહે પધારી ચંદનનાં પગલાં પાડેલાં તેના દર્શનની વાત સ્વામીશ્રી કહી રહ્યા હતા. સ્વામીશ્રી કહે :'ઘર તો છે ને, પ્રસાદીની જગા છે ને, આપણને એ નળિયાને તો અડવા દેશે ને... આપણ ક્યાં કંઇ લેવું-દેવું છે. આપણે તો દર્શન કરવા છે. બધાં સંતો-હરિભક્તોને દર્શન કરાવવા છે કે અહીં શ્રીજીમહારાજે પગલાં પાડેલાં. તે ઘરધણી ના નહિ પાડે...'
શ્રીજીમહારાજનાં પગલાનાં દર્શનનો સ્વામીશ્રીએ આટલો બધો આગ્રહ સેવ્યો! મહિમાનું દર્શન કરાવ્યું! ઘર બંધ હશે તો છેવટે નળિયાને અડીને પણ પ્રત્યક્ષ દર્શનનો આનંદ લેશું, પાવન થશું. આવો મહિમા શ્રીજીમહારાજના ધારક સત્પુરુષ વગર કોણ સમજાવે?
Vachanamrut Gems
Gadhadã II-33:
It Hurts Me Deeply
“When an assembly has gathered, if a man or woman looks lustfully at someone else, then no matter how hard they may try to conceal it, it never escapes My attention. At that time, I become extremely displeased upon that person, and even My face turns red. It hurts Me deeply, but feeling obliged, I cannot say much. Furthermore, being a sãdhu, I keep My feelings within My heart, but if I were to adopt the ways of a king, I would punish that person severely.”
[Gadhadã II-33]