પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 20-9-2017, રોબિન્સવિલ
સ્વામીશ્રી આજે સભામાં પધાર્યા ત્યારે તેઓનો વિદાય સંદેશ પ્રાપ્ત કરવા સ્વામીશ્રી સાથે પ્રશ્નોત્તરી શરૂ થઈ.
પ્રશ્ન : સત્સંગી તરીકે, કુટુંબના સભ્ય તરીકે અને વ્યક્તિગત રીતે અમારે શું કરવું જોઈએ ?’
સ્વામીશ્રી કહે : ‘આપણે બધામાં દિવ્યભાવ રાખવો. દિવ્યભાવ રાખીએ તો આપણે આગળ વધીએ ને ટૉપ કક્ષાએ પહોંચીએ, તેનું કારણ સંપ છે. ઘર, કુટુંબ, પરિવાર, સત્સંગ અને પછી આખા બી.એ.પી.એસ. પરિવારમાં સંપ રાખવાનો છે. ત્યાં સુધી પહોંચવાનું છે. દિવ્યભાવ ન હોય તો સંપ રાખવામાં મુશ્કેલી પડે. મહારાજે ઘણી વાર કહ્યું : ‘અલૌકિકમાં જ્યારે લૌકિક ભાવ દેખાય છે ત્યારે અમે તરત ઉદાસ થઈ જઈએ છીએ.’
પ્રશ્ન : ‘સંપ રાખવા એક મુખ્ય કઈ વાત ધ્યાનમાં રાખવી ?’
સ્વામીશ્રી કહે : ‘એક વાત છે મુદ્દાની છે, સામેવાળો સંપ રાખે કે નહીં, તે જોવાનું નહીં. આપણે સંપ રાખવો. ‘સામેવાળો રાખે તો હું રાખું’ એવું રાખો તો તકરારનો અંત ન આવે, બરબાદી - તોડફોડ થાય. પણ મારે શું કરવું ? કેવા વિચારો કરવા ? શું બોલવું ? તે વિચારવું. સામેવાળો કરે કે ન કરે તે ન જોવું. આપણા તરફથી સંપની ભાવના હોવી જોઈએ.’
Vachanamrut Gems
Gadhadã III-18:
Thoughts Related to God vs. Worldly Desires
“…Similarly, for a devotee of God, so long as thoughts related to God and those related to the vishays appear to be equal, he should realise his worldly desires to be more powerful. However, when thoughts related to God displace those related to the vishays, then he should realise that his worldly desires have degenerated.”
[Gadhadã III-18]