પ્રેરણા પરિમલ
વહેમમાં પડવું નહિ
એક ભાવિક આવ્યા. તેમને કોઈક બ્રાહ્મણે ભ્રાંતિ નાંખેલી કે તમારા પુત્રને કાલસર્પ ભય છે. મનમાં પડેલી આ ભ્રાંતિએ ભય જન્માવ્યો કે 'મારા દીકરાને કંઈક શારીરિક વ્યાધિ આવશે.' તેમણે આ વાત સ્વામીશ્રીને કરી.
સ્વામીશ્રી કહે : 'આવા વહેમમાં પડવું નહીં. સ્વામિનારાયણ... સ્વામિનારાયણ... ભજન કરજો. શરીર છે તો રોગો તો આવે જ. મારુંય પેટ દુખે છે ને મનેય તાવ આવે છે. માટે એવા કોઈ વહેમમાં પડવું નહીં. ભજન કરવું તો બધું સારું થશે.' અંધશ્રદ્ધાને ખંખેરીને ભગવત્શ્રદ્ધા દૃઢાવતાં સ્વામીશ્રીએ તેમને નિર્ભય કર્યા. (પ્રેસ્ટન, તા. ૨૧-૬-૨૦૦૦)
Vachanamrut Gems
Loyã-2:
Realisation of One Who is Wise
"… So, one who is wise realises, 'God appears like a human, but, in fact, He is the cause of all and the creator of all; He is all-powerful.' "
[Loyã-2]