પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 18-9-2017, કેટસ્કિલ
આજે સાંજે અશોકન રિઝર્વરના તટે સ્વામીશ્રી વૉકિંગ કરવા પધાર્યા. ત્યાંથી પસાર થતા ન્યૂયોર્કના કેવિન ગોડબે નામના ભાવિક, સ્વામીશ્રીનાં દર્શન કરીને સ્થિર થઈ ગયા. થોડાક આગળ વધીને પાછા આવ્યા. સંતોની પાછળ ઊભાં ઊભાં દર્શન કરવા લાગ્યા. કેટલાક સંતોનું ધ્યાન ખેંચાયું. પૂછ્યું : ‘આપ કેમ અહીં ઊભા છો ?’
તેમણે કહ્યું : ‘I am feeling calmness and serenity here.’ (મને અહીં શાંતિ, પરમ શાંતિ અનુભવાય છે.)
તે વેબસાઇટના પબ્લિશર છે, દુનિયામાં ઘણું જોયું છે ને દુનિયાને ઘણું દેખાડે છે, પણ આવાં દર્શન તેમને પ્રથમ વખત સાંપડ્યાં હતાં. ઘણી વાર સુધી ઊભા રહી ભક્તની જેમ જ સ્વામીશ્રીનાં દર્શન કરી, પ્રશાંતિ ગાંઠે બાંધીને તેમણે વિદાય લીધી.
શ્રીજીમહારાજે વચનામૃત વરતાલ પ્રકરણના 13માં કહ્યું છે કે ‘ચમકપાણમાં સહેજે એવો ચમત્કાર રહ્યો છે જે, ચમકના પર્વતને સમીપે વહાણ જાય ત્યારે તેને ખીલા ચમકના પાણા પાસે તણાઈ જાય છે. તેમ ભગવાનની જે મૂર્તિ રાજારૂપે છે અને સાધુરૂપે છે, તે મૂર્તિનું જ્યારે જે જીવ શ્રદ્ધાએ કરીને દર્શન કરે છે તેનાં ઇન્દ્રિયો ભગવાન સામાં તણાઈ જાય છે, ત્યારે સમાધિ થાય છે.’
કેવિનને આવી સમાધિ થઈ હતી.
Vachanamrut Gems
Gadhadã II-26:
Perceiving Flaws in Others Hindrance Guaranteed
“Moreover, no matter how great he may be, if a person perceives flaws in others and virtues in himself, he will certainly encounter hindrances on the path of liberation…”
[Gadhadã II-26]