પ્રેરણા પરિમલ
સેવાનો અનુપમ આદર્શ
પસાર થતાં થતાં વચ્ચે આવતાં બાથરૂમ પર સ્વામીશ્રીની નજર પડી. સહેજ થોભી જઈને તેમણે અંદર ડોકિયું કર્યું.
ઘણી દુર્ગંધ આવતી હતી. તેઓ બાથરૂમમાં અંદર ગયા. બાથરૂમ અંદરથી બંધ કર્યું. સાથેના સંતોને થયું કે સ્વામીશ્રી લઘુશંકા માટે અંદર ગયા છે. પણ અંદરની વાત કંઈક નોખી જ હતી. સ્વામીશ્રીની ચકોર આંખોએ બાથરૂમમાં નજર કરી લીધી. ટાઇલ્સ ગંદી હતી. લાગતું હતું કે ઘણા સમયથી તે સાફ થયું ન હતું. સ્વામીશ્રીએ ઉપર ઓઢેલું ગાતરિયું એક ખીંટીએ લટકાવ્યું. ધોતિયાનો કછોટો માર્યો. સાવરણો અને મોટું બ્રશ લઈને તેઓ સાફ કરવા લાગ્યા! ગંદી ટાઇલ્સ ઉપર કચરો બાઝી ગયો હતો- તેને ઘસવા લાગ્યા.
એ ગંદી ટાઇલ્સ ચોખ્ખી ચણાક ન થઈ ત્યાં સુધી ઘસ્યા જ કર્યું... ઘસ્યા જ કર્યું.
બહાર પ્રતીક્ષા કરતા સંતો યુવકોને ત્યારે જ ખબર પડી કે જ્યારે સ્વામીશ્રી સફાઈ કરીને બહાર આવ્યા.
એમના મોં પર સંતોષ હતો. આનંદ હતો.
સેવા કર્યાનો સંતોષ! સફાઈ કર્યાનો આનંદ!
ત્યાં ઘણા સેવક-સંતો અને યુવકો પણ સાથે ઊભા હતા. એમાંથી કોઈને પણ સાફ કરવા માટે સ્વામીશ્રી કહી શકત. મંદિરના મુખ્ય જવાબદાર સંત પણ ત્યાં જ હતા. એમને પણ આ ગંદકી માટે ફરિયાદ કરીને સાફ કરાવવાનું કહી શકત.
સાથેના સંતો-યુવકો આ ચર્ચા કરતા રહ્યા. સ્વામીશ્રી ચર્ચાની પરવા કર્યા સિવાય આગળ ચાલવા લાગ્યા. પાછળ ચાલતા સૌને સેવાનો અનુપમ આદર્શ મળી રહ્યો હતો.
Vachanamrut Gems
Loyã-1:
Not Deviating from Niyams
"… However, even after the roots of lust have been eradicated, one should not deviate from brahmacharya and other niyams in any way…"
[Loyã-1]