પ્રેરણા પરિમલ
દિલ્હીમાં મંદિર કરવું છે...
સત્સંગી હરિભક્ત ચંદ્રકાંતભાઈ ત્રિવેદી દિલ્હી ખાતે દેનાબેંકના ઉપરી હતા. એમનો પત્ર આવ્યો હતો. પત્રમાં દિલ્હીમાં જમીન મળી જવાનો ઉલ્લેખ હતો. તેમણે લખ્યું હતું- 'મંદિર માટે જમીન મળી જવામાં છે.' એ સમાચાર સાંભળી યોગીજી મહારાજ બહુ રાજી થયા.
સાથે મંદિરનો પ્લાન હતો અને તાત્કાલિક મંદિર કરવા માટેની બધી વાત લખેલી. એ દિવસે જમતાં જમતાં સ્વામીશ્રી કહે, 'નિર્ગુણ સ્વામી હોત તો બહુ રાજી થાત. એમને મંદિર કરવાનો બહુ ઉત્સાહ આપણે માંદા પડી ગયા, નહિ તો આખા દેશમાં ડંકો મારી દઈએ. દિલ્હીમાં ભવ્ય મંદિર કરવાનો સંકલ્પ યોગીજી મહારાજ વારેવારે કરતા. જેમાંની કેટલાક સંકલ્પોની સ્મૃતિ અહીં કરીએ...
તા. ૧૭-૧૧-૧૯૬૯ના રોજ જમતાં જમતા યોગીજી મહારાજે દિલ્હીની વાત કાઢી, 'ત્યાં શિખરબંધ મંદિર થાય તો સારું... જમનાજીને સેવા જોઈતી હશે તો થશે... દિલ્હી ચોરાશી બંદરનો વાવટો કહેવાય, મંદિર થાય તો બહુ શોભે.'
તા. ૨૦-૧૧-'૬૯ના દિવસે સવારે પૂજા બાદ દિલ્હીની વાત કરતા કહે, 'દિલ્હીમાં મંદિર કરવું જ છે. શાસ્ત્રીજી મહારાજની મૂર્તિ પધરાવવી છે. આપણી તો ઇચ્છા છે જ પછી બધાંની મરજી...'
'બાપા, આપ ઇચ્છા કરો તો થાય જ,' ઈશ્વરચરણ સ્વામીએ કહ્યું.
'બીજાની બીક ખરી... આપણે તો કાંઈ નહિ, પણ દોલતરામભાઈ કહી ગયા છે એટલે...' સ્વામીશ્રી બીજાની સાખે બોલ્યા. (નડિયાદના પીઢ સત્સંગી અને સાક્ષર દોલતરામભાઈ કૃપાશંકરને જ્યારે સમજાયું કે અક્ષરપુરુષોત્તમ ઉપાસના શાસ્ત્રોક્ત અને શ્રીજીમહારાજનાં સિદ્ધાંત પ્રમાણે છે ત્યારે તેઓ બોલેલા કે ભવિષ્યમાં લોકો શાસ્ત્રીજી મહારાજની સોનાની મૂર્તિ પધરાવી, આરતી ઉતારશે.)
તા. ૨૩-૧૧-૧૯૬૯ના રોજ ઘનશ્યામ મહારાજની મૂર્તિ આગળ યોગીજી મહારાજ દર્શન કરી રહ્યા હતા. ત્યાંથી પાછા વળતા કહે, 'દર્શન કરવા દ્યો ને, ભાઈસાબ. હમણાં પઠી હવે નહિ આવવા મળે.'
'ઘનશ્યામ મહારાજ કાંઈ કહે છે ?' ઈશ્વરચરણ સ્વામીએ પૂ્યું.
'દિલ્હીમાં ઝટ મંદિર કરો અને શાસ્ત્રીજી મહારાજની મૂર્તિ બેસાડી દેવી છે...' સ્વામીશ્રીમાં રહી ઘનશ્યામ મહારાજ જાણે સાક્ષાત્ બોલ્યા.
Vachanamrut Gems
Gadhadã II-33:
A True Sadhu
“… The enemies of lust, anger, avarice, etc., prevail strongly even in a sãdhu, but to please God, he would still forsake them; for only then can he be called a true sãdhu.”
[Gadhadã II-33]