પ્રેરણા પરિમલ
ચોખ્ખાઈ રાખવી...
'ચાલો! છાત્રાલયમાં વિદ્યાર્થીઓની રૂમો જોઈએ...'
એકાએક જ સ્વામીશ્રી વલ્લભવિદ્યાનગરમાં છાત્રાલય જોવા નીકળ્યા.
આયોજન, વ્યવસ્થા, સ્વચ્છતા, ચોકસાઈ- આ બધું સ્વામીશ્રીની આગવી વિશેષતા છે. પ્રત્યેક પગલે તેઓ હંમેશાં એનો આગ્રહ રાખે.
સંસ્થાના કોઈપણ મંદિર, છાત્રાલય કે પ્રકલ્પમાં તેઓ પધારે ત્યારે એમની અણધારી મુલાકાતે ભલભલાને દોડાદોડી થઈ પડે. એમની ચકોર દૃષ્ટિ પલભરમાં જ બધું માપી લે.
મુલાકાતને અંતે ખૂબ ઓછુ બોલે, પણ એ અમૂલ્ય જ હોય!
એમની નજરમાં કંઈ જ છૂપ્યું છુપાવી શકાય નહીં.
આજે સ્વામીશ્રીએ વલ્લભવિદ્યાનગરમાં સંસ્થાના વિશાળ છાત્રાલયમાં એક બ્લોકમાં અણધાર્યા જ પ્રવેશ્યા. સીધા જ એક વિદ્યાર્થીના રૂમની પાછળની ગૅલેરીમાં પધાર્યા. વિદ્યાર્થી હાંફળો ફાંફળો થઈ ગયો. શું કરવું તેની કાંઈ સમજ પડે તે પહેલાં તો સ્વામીશ્રીએ ત્યાં ઓટા ઉપરથી એક ધૂળવાળું ગંદું કપડું જાતે ઉપાડ્યું અને ઢગલો મચ્છરો ઊડ્યા!
તે રૂમમાં રહેતા વિદ્યાર્થીને કહ્યું: 'આમાં મચ્છરને આમંત્રણ આપવું પડે? પછી બીમાર જ પડાય ને? ચોખ્ખાઈ રાખવી...'
સ્વામીશ્રી પ્રેમસભર સ્વરમાં આ વિદ્યાર્થીને સૂચના આપી રહ્યા હતા તેટલી વારમાં ચારે બાજુ વીજળીવેગે સંદેશો પહોંચી ગયો, ફટાફટ બધી રૂમો સાફસૂફ થવા માંડી.
ફરતાં ફરતાં સ્વામીશ્રી બીજા બ્લોકની એક રૂમમાં આવ્યા. રૂમ ચોખ્ખી હતી. સ્વામીશ્રી પાછા વળતા હતા ત્યારે આ રૂમના વિદ્યાર્થી ધવલને હાશ થઈ કે ટાણું સચવાઈ ગયું, સ્વામીશ્રીને અહીં કશું વાંધાજનક લાગ્યું નહીં.
પરંતુ બહાર નીકળતાં સ્વામીશ્રી જેવા પાછા વળ્યા કે તરત એમણે ધવલને આંગળી ચીંધીને બતાવ્યું, ધવલે જોયું તો બલ્બની બાજુમાં જ મોટું કરોળિયાનું જાળું બાઝી ગયું હતું.
સ્વામીશ્રીએ એક જ વાક્ય મૃદુતાથી કહ્યું: 'જે રૂમ કાયમ સાફ રહેતી હોય તેમાં આવું હોય?'
ધવલને થયું, બધું જ સાફ થઈ ગયું, પણ આ તો ખ્યાલ બહાર જ ગયેલું.
આંતરરાષ્ટ્રિય સ્તરની વિરાટ સંસ્થાનાં અસંખ્ય કાર્યો વચ્ચે સ્વામીશ્રી રૂમમાં બાઝેલાં કરોળિયાનાં જાળાંથી લઈને એક સાધારણ યુવાનને માટે કેવળ શિક્ષણ-ઘડતરની જ નહીં, જીવનઘડતર અને સંસ્કારઘડતરની યે ચિંતા રાખે છે, તે આજની યુવાપેઢી માટે કેટલા ગૌરવની વાત છે!
અક્ષરધામ હોય કે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બુકમાં ચમકેલું શ્રી સ્વામિનારાયણ મંદિર હોય, બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાની આવી અસંખ્ય પ્રવૃત્તિઓ કે આંતરરાષ્ટ્રિય સિદ્ધિઓની પાછળ સ્વામીશ્રીની આ વિશિષ્ટ દૃષ્ટિ છે, આ વિશિષ્ટ સંભાળ છે...
Vachanamrut Gems
Loyã-1:
Method of Uprooting Lust
Then Nãnã Nirmãnãnand Swãmi asked, "By what means can lust be totally uprooted?"
To this, Shriji Mahãrãj replied, "If one has extremely firmly realised oneself to be the ãtmã; and one firmly observes the five religious vows, including the observance of the vow of eight-fold brahmacharya; and one thoroughly understands the greatness of God, then lust is uprooted by these means…"
[Loyã-1]