પ્રેરણા પરિમલ
બાપા! તમે અમારા આંગણે આવ્યા
એમનાં નાનાં નાનાં ઝૂંપડાંઓ.
એમનાં નીચાં નીચાં બારણાંઓ.
એમનાં કાદવકીચડવાળા ઊબડ-ખાબડ રસ્તાઓ. જૂન માસના વરસતા વરસાદના દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં મહુવા તાલુકાના એવા આદિવાસી પ્રદેશોમાં સ્વામીશ્રી વિચરણ કરી રહ્યા હતા.
વાંસકુઈ, ગોપળા, દેદવાસણ વગેરે આદિવાસી ગામોમાં ઝરમર ઝરમર વરસતા વરસાદમાં સ્વામીશ્રી એક ઝૂંપડેથી બીજા ઝૂંપડે ઘૂમી ઘૂમીને એ આદિવાસી બંધુઓને ન્યાલ કરી રહ્યા હતા.
નીચા લળી લળીને સ્વામીશ્રી ઝૂંપડાંઓમાં અંદર પ્રવેશતા ત્યારે એ આદિવાસીબંધુઓની આંખોમાં હર્ષના શ્રાવણ-ભાદરવો વહેવા લાગતા.
પોતાના આંગણે આવેલા આ વિશ્વવંદનીય મહાપુરુષનું સ્વાગત કેવી રીતે કરવું? આદિવાસી બંધુઓની એ દ્વિધાને સ્વામીશ્રી જ્યાં ત્યાં બેસી જઈને તરત ઉકેલી આપતા.
એક ગરીબ આદિવાસીએ સ્વામીશ્રીને કહ્યું: 'બાપા! તમે અમારા આંગણે આવ્યા, પણ અમારી પાસે આપને આપવા જેવું કશું જ નથી!'
સ્વામીશ્રીએ તરત જ તેમના ખભા પર હાથ મૂકી તેમણે રોકતાં કહ્યું: 'ના ના, એવું બોલશો જ નહીં, તમે બધા વ્યસનો છોડીને ભગવાનની ભક્તિ કરો છો તે અમારે મન લાખો રૂપિયાની ભેટ જ છે!'
એ આદિવાસી બંધુઓને લાગ્યું કે રાત્રે દશ વાગે ફાનસના અજવાળે ઝૂંપડામાં બેઠેલા સ્વામીશ્રીના મુખ પર સો સો સૂરજની આભા પ્રકાશી રહી છે! અને તેનું એક તેજસ્વી કિરણ બનવાનો લહાવો સ્વામીશ્રીએ તેમને આપ્યો છે!
Vachanamrut Gems
Loyã-1:
Method of Totally Uprooting Lust
"… However, the method for totally uprooting even the most vicious form of lust is to fully understand the greatness of God."
[Loyã-1]