પ્રેરણા પરિમલ
દિવાળીના દિવસો હતા.
દિવાળીના દિવસો હતા.
હરિભક્તોની ભીડ અને અન્નકૂટોત્સવનાં અનેક કાર્યોમાં સ્વામીશ્રી વ્યસ્ત રહેતા હતા.
નવયુવાન સેવક પ્રગટ ભગત સ્વામીશ્રીની વ્યસ્તતામાં મદદરૂપ થતા. રોજ સવારે સ્વામીશ્રીનાં ધોતિયાં-વસ્ત્રો ધોઈને સૂકવી દેવાની સેવામાં તેઓ તત્પર રહેતા. પરંતુ દિવાળીની વ્યસ્તતાના આ દિવસોમાં જ તેમની જમણા હાથની પહેલી આંગળી પાકી ગઈ. તેથી તેઓ સ્વામીશ્રીનાં તો ધોતિયાં-વસ્ત્રો ધોઈ ન શકતા પરંતુ તેમનાં પોતાનાં ધોતિયાં-વસ્ત્રો પણ સ્નાન કર્યા પછી નીચોવી શકાતાં નહીં.
આથી તેમણે સ્વામીશ્રી સ્નાન કરી લે પછી તેમનાં ધોતિયાં-વસ્ત્રો ધોવા-નીચોવવાની સેવા રામોદના સેવાભાવી ભક્ત મોહનભાઈ પટેલને સોંપી. મોહનભાઈ પ્રગટ ભગતનાં ધોતિયાં પણ સૂકવવા લઈ જતા.
થોડા દિવસ આમ ચાલ્યું.
રોજના ક્રમ મુજબ પ્રગટ ભગત એકવાર સ્નાન કરી પોતાનાં ભીનાં ધોતિયાં બાથરૂમમાં જ રાખી કામકાજમાં પરોવાઈ ગયા. આ દરમ્યાન સ્વામીશ્રી સ્નાન કરવા માટે બાથરૂમમાં આવ્યા. તેમણે સેવકનાં ભીનાં ધોતિયાં પડેલાં જોયાં. સ્વામીશ્રીને તક મળી ગઈ. થોડીવારે પ્રગટ ભગતે ત્યાં આવીને જોયું તો ચકિત થઈ ગયા. સ્વામીશ્રીએ તેમનાં ધોતિયાં ધોઈ-નીચોવી નાખ્યાં હતાં!
'અરે સ્વામી! તમે શા માટે મારાં ધોતિયાં ધોયાં?' તાજ્જુબ થઈ ગયેલા પ્રગટ ભગતે આજીજીપૂર્વક કહ્યું.
સેવા કર્યાનો ભાવ જરા પણ મુખ પર લાવ્યા સિવાય સ્વામીશ્રીએ પ્રેમથી કહ્યું: 'તારી આંગળી દુખે છે ને એટલે! ક્યારેક તો સેવા કરવી પડે ને! તું આટલી બધી સેવા કરે છે, તો મારેય થોડી સેવા કરવી જોઈએ ને!'
પોતાના શિષ્યોનાં વસ્ત્રો ધોઈ આપનારા એ વિરલ ગુરુદેવનાં ચરણોમાં એ નવયુવાન શિષ્ય ઝૂકી પડ્યા.
Vachanamrut Gems
Loyã-1:
Method of Overcoming Lust, Anger, etc.
Then Nityãnand Swãmi asked, "What is the method for overcoming the enemies of lust, anger, etc.?"
Shriji Mahãrãj replied, "Lust and those other enemies are overcome only if one remains alert to mercilessly punish them…"
[Loyã-1]