પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 15-9-2017, રોબિન્સવિલ
સ્વામીશ્રી પગથિયાં ઊતરતાં અક્ષરધામ મંદિરમાં સેવા આપી રહેલા કારીગરોને હાથ જોડી દૃષ્ટિ દ્વારા મળી રહ્યા હતા. અડધે પહોંચ્યા ત્યાં અટકી ગયા. પાછળ ફરીને કહે : ‘ઉપરવાળા દૃષ્ટિ કરવામાં રહી ગયા.’ પછી ત્યાં જ ઊભાં ઊભાં એક-એક કારીગરને પ્રેમથી દૃષ્ટિ દ્વારા મળ્યા.
સ્વામીશ્રીએ ગઈકાલે એક સાધુને પ્રસાદ આપવાનો બાકી રહી ગયો તેની નોંધ લીધી અને આજે કેટલાક કારીગરોને દૃષ્ટિલાભ આપવાનો બાકી રહી ગયો તેની. સ્વામીશ્રીને મન કોઈ કશાયમાં બાકી ન રહેવું જોઈએ.
Vachanamrut Gems
Gadhadã II-40:
Result of Harming a Devotees of God and Serving Him
“Indeed, I have come to the conclusion that the extent of damage and misery incurred as a result of harming a devotee of God is not incurred by any other sin. On the other hand, there is no spiritual endeavour that benefits a person and gives as much happiness as that of serving a devotee of God by thought, word and deed.”
[Gadhadã II-40]