પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૮૭
લંડન, તા. ૨-૭-૧૯૭૦
યોગીજી મહારાજના અહીં આગમનનો અને પાછળથી રોકાઈ જવાનો ભેદ પાછળથી સૌને સમજાવ્યો. રોજ સેવામાં આવતા યુવકોને સ્વામીશ્રી બહુ લાભ આપતા અને બ્રહ્માનંદ કરાવતા, હેત કરતા, સાધુ થવાની પણ પ્રેરણા આપતા.
આજે સવારે પૂજામાં ઠાકોરભાઈના ચિરંજીવી કમલેશભાઈ સ્વામીશ્રી સાથે સાધુ થવા દેશમાં જવા તૈયાર થઈ ગયા. સ્વામીશ્રીના આનંદનો પાર ન રહ્યો. સ્વામીશ્રીએ એમને જળ મુકાવી સંકલ્પ કરાવ્યો, ચાંદલો કર્યો, પછી ખૂબ ખૂબ આશીર્વાદ આપતાં કહે, 'જાવ, તમારે માટે અક્ષરધામની બારી ખૂલી. તમે દીકરા આપ્યા તે અબજો પાઉન્ડની સેવા કરી છે.' કમલેશભાઈને પણ કહ્યું, 'મૂંઝાશો નહિ ને ? જશભાઈ કાર્ડિફવાળા વગેરે યુવકો પણ તૈયાર છે.'
લંડન જેવી અલબેલી નગરી, જ્યાં પંચવિષયની છોળો ઊડે ત્યાંથી મુક્તોને ખેંચી, સાધુ બનાવવાનો, સ્વામીશ્રીને ભારે ઉમંગ હતો, લંડનના યુવકોને પણ ધન્ય છે કે સ્વામીશ્રીની સેવામાં, ત્યાગ-ભક્તિનો ભગવો અંચળો ઓઢવા તૈયાર થઈ ગયા.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã I-53:
Progress and Downfall in Satsang
Thereupon Muktãnand Swãmi asked, "There are those in the Satsang fellowship who progress day by day. There are also those who, despite being in Satsang, seem to regress day by day. What is the reason for this?"
Shriji Mahãrãj explained, "A person who perceives flaws in a great sãdhu gradually regresses in Satsang. Conversely, a person who perceives virtues in that sãdhu progresses, and his bhakti towards God also flourishes. Therefore, one should not perceive flaws in a sãdhu; instead, one should only perceive his virtues.
[Gadhadã I-53]