પ્રેરણા પરિમલ
આંતરવૈભવ
સ્વામીશ્રી ઠાકોરજી જમાડવા વિરાજ્યા. એ દરમ્યાન રથયાત્રાની વાત નીકળી. નારાયણમુનિ સ્વામી કહે : 'આજે જ્યારે રથયાત્રા ચાલુ હતી ત્યારે અંદરોઅંદર સૌ ચર્ચા કરતા હતા કે પ્રદક્ષિણા કેટલી કરવાની ? બધા ત્રણ પ્રદક્ષિણાનો વિચાર કરતા હતા, પરંતુ આપે પંજો બતાવ્યો, ત્યારપછી પાંચ પ્રદક્ષિણા કરવામાં આવી - આ વાત ઉપરથી અમદાવાદમાં બે વાર સ્વામીશ્રીએ મંદિર ફરતે પ્રદક્ષિણા કરી હતી એની સ્મૃતિ થઈ. આજના રથયાત્રાના સંદર્ભમાં કોઈ બોલ્યું, 'ફળિયામાં ઘોડો ફેરવી લીધો.' આ સાંભળતાં જ સ્વામીશ્રી કહે : 'આ રથયાત્રા નીકળી એટલે આખા બ્રહ્માંડમાં નીકળી ગઈ. ઘનશ્યામ મહારાજની, શાસ્ત્રીજી મહારાજ તથા યોગીજી મહારાજની, હરિકૃષ્ણ મહારાજની રથયાત્રા થઈ એટલે અનંતકોટિ બ્રહ્માંડમાં રથયાત્રા થઈ ગઈ. આપણે ફળિયામાં ઘોડો ફેરવ્યો પણ બ્રહ્માંડને દર્શન થઈ ગયાં.' સ્વામીશ્રી પરભાવમાં બોલી રહ્યા હતા.
Vachanamrut Gems
Loyã-2:
A Devotee with Gnan Overcomes the Fear of Death
"A devotee with gnãn has the strength of ãtmã-realisation and believes, 'I am brahmaswarup and a devotee of God.' Therefore, he too does not fear death."
[Loyã-2]