પ્રેરણા પરિમલ
હવે પેલી કુટેવ નીકળી જશે...
તા. ૩૦-૪-૨૦૦૫, અમદાવાદ
મુલાકાતીઓને મળતી વખતે એક કિશોર સ્વામીશ્રી પાસે આવ્યો. સ્વામીશ્રી સમક્ષ પોતાની ભૂલનો એકરાર કરતાં કહે : 'બાપા ! મને જૂઠું બોલવાની બહુ જ ટેવ છે.'
આ સાંભળતાં જ સ્વામીશ્રી એના ઉપર તૂટી પડતાં હોય એમ કહે : 'બોલજે, ધરાય એટલું બોલજે, પછી થાકે એટલે મૂકી દેજે.'
સ્વામીશ્રીની આ અવળવાણી સાંભળીને પેલો છોકરો હસી પડ્યો. ત્યારપછી હિત વચનો કહેતાં સ્વામીશ્રી કહે : 'અત્યારથી આ રીતે જેની-તેની પાસે જૂઠું બોલવાની ટેવ પડી જશે તો જીવનમાં ક્યારેય આગળ નહીં વધે. એક વખત ટેવ પડી પછી તો ભગવાનને પણ છેતરીશ. માટે જૂઠું બોલવાથી કોઈ ફાયદો નથી. સાચું બોલવાની ટેવ પાડજે.'
"આજે એક વાત તો એણે સાચી કરી કે 'હું જૂઠું બોલું છું'", કોઈકે સૂર પુરાવ્યો.
આ સાંભળતાં જ સ્વામીશ્રી કહે : 'ભગવાન અને સંત આગળ તું સાચું બોલ્યો છે તો હવે પેલી કુટેવ નીકળી જશે.'
Vachanamrut Gems
Sãrangpur-11:
Becoming Worthy of the Grace of God
"Hence, whether it takes one life or innumerable lives, only when one develops the previously described characteristics [vairãgya, brahmacharya, shraddhã, non-violence and ãtmã-realisation] and becomes extremely free of worldly desires, does one become worthy of attaining the grace of God, and only then will one attain ultimate liberation. Without it, one will definitely not attain it."
[Sãrangpur-11]