પ્રેરણા પરિમલ
મોક્ષ માટે આવીએ છીએ...
તા. ૧૪-૪-૨૦૦૫, ગઢડા
મુલાકાતોમાં એક હરિભક્ત સ્વામીશ્રીને મળ્યા. તેઓની વાત કરતાં સંતોએ કહ્યું : 'આપ જ્યારે આમના ગામે પધાર્યા એ વખતે આ હરિભક્ત તથા તેઓના પુત્રને આપનાં દર્શને આવતાં રોક્યા હતા અને ત્યારથી તેઓને ખોટું લાગી ગયું છે. ધીમે ધીમે હવે આવતા થયા છે, પણ દીકરો તો હજી પણ આવતો નથી.'
સ્વામીશ્રીએ આ સાંભળીને બાપ-દીકરા બેયને સમજણ આપતાં કહ્યું : 'રાષ્ટ્રપતિ આપણા ગામમાં આવ્યા હોય ને એ વખતે માઈલ માઈલ લાંબી લાઈનો લાગી હોય, એ વખતે જો આપણે એની સભામાં ગયા હોઈએ તો પણ કેફ ચડી જાય કે રાષ્ટ્રપતિની સભામાં હું ગયો'તો ને એમને મેં જોયા. અહોહો... શું સભા હતી !! ત્યાં આપણને ખોટું લાગતું નથી, કારણ કે એમનો મહિમા છે. એમ જો સત્પુરુષનો પણ મહિમા હોય તો આવું કંઈ થાય તો ખોટું ન લાગવું જોઈએ. આ તો ઠીક છે, પણ ગાંધીનગર કામ હોય અને ત્યાં પટાવાળો પણ રોકી રાખીને કહે : 'આવતીકાલે આવજો, તો પણ પરાણે આપણે એમ કરવું પડે છે. તો અહીં તો મોક્ષ માટે આપણે આવીએ છીએ. ક્યારેક સંતોથી આવી ભૂલ થઈ જાય, પણ એમનો આશય એવો ન હોય. વળી ક્યારેક એવા કામપ્રસંગ ચાલતા હોય ને ના પાડે તો એ આપણે સમજવું જોઈએ.' સમજણ આપીને સ્વામીશ્રીએ બંનેને સત્સંગના માર્ગે પાછા વાળ્યા.
Vachanamrut Gems
Sãrangpur-7:
The True Naimisharanya Kshetra
…Muktãnand Swãmi inquired, "Mahãrãj, what exactly is the manomay chakra, and what should one understand its jagged edges to be?"
Thereupon Shriji Mahãrãj explained, "One should understand the mind to be the manomay chakra, and the ten indriyas to be its jagged edges. Wherever those jagged edges of the mind, in the form of the indriyas, wear away and become blunt, that place should be known as Naimishãranya Kshetra. Pious deeds such as chanting the name of God, austerities, observances, meditation, puja, etc., commenced there flourish rapidly, day by day. Furthermore, that Naimishãranya Kshetra should be known to be wherever God's Ekãntik Sant resides."
[Sãrangpur-7]