પ્રેરણા પરિમલ
આંતરવૈભવ
તા. ૦૮-૦૭-૨૦૦૫, વિ. સં. ૨૦૬૧, અષાઢ સુદ ૨, શુક્રવાર, જામનગર - દિલ્હી
અમેરિકાથી કનુભાઈ પટેલ આવ્યા હતા. કિશોર અને કિશોરી પ્રવૃત્તિનો અહેવાલ તેઓ આપી રહ્યા હતા. એ સિવાય ત્યાં બંધાતાં મંદિરો વગેરેની વાતના સંદર્ભમાં તેઓ કહે : 'બાપા ! કામ બહુ જ મોટા છે. ઘણીવખત વિચાર આવી જાય પણ હમણાં આપનો એક પ્રસંગ સાંભળ્યો. આપે એમ કહ્યું કે અક્ષરધામમાં ગમે એટલા પથ્થરા પડ્યા હોય પણ અહીં છાતી ઉપર એક કાંકરીનો ભાર નથી, એ પ્રસંગ સાંભળીને બળ મળે છે.'
આ સાંભળતાં સ્વામીશ્રી કહે : ''મહારાજનો પ્રવેશ થયો ને કામ ચાલુ થઈ ગયું. દરેકને ભગવાનનું કામ ભગવાન કરે છે એટલે ભાર ન લાગે. પાણીમાં ડૂબકી મારે એટલે ભાર ન લાગે, પરંતુ માથે ભાર લઈને ફરે તો લાગે જ. એમ 'હું કરું છું' એવી ભાવના થાય તો ભાર આવી ગયો. મોટામાં મોટું એ છે કે 'હું કરું છું. મારાથી થયું છે, હું જાણું છું ને પેલો નથી જાણતો.' એ બધી ભાવના રાખીએ તો માથા પર મોટો બોજો આવે ને દુઃખ થાય. માટે ક્લેશ ન થાય એ માટે આ વિચાર કાયમ રાખવો. ઘણી વખત મોટા ઉપાડે વાત કરી હોય ને કામ ન થાય એટલે માણસ મરવા જેવો થઈ જાય છે. ને આપણે તો કામ થાય કે ન થાય પણ ભગવાનની ઇચ્છા માનીને સૂઈ જઈએ, કરવાનું શું બીજું ? મહારાજની ઇચ્છા હોય એમ થાય છે. ફરી પાછા સવારે ઊઠીને મહેનત કરીએ પણ કામ ન થાય, તો ભગવાનની ઇચ્છા.'' ડગલે ને પગલે સ્વામીશ્રી આ જીવનમંત્ર જીવી રહ્યા છે.
Vachanamrut Gems
Loyã-2:
A Devotee Who has Courage
"All of the indriyas and antahkaran tremble with fear before a devotee who has courage. Also, he is not afraid of anyone. So, he does not transgress any of God's injunctions in any way. As a result, he believes himself to be fulfilled and does not have even the slightest fear of death."
[Loyã-2]