પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 22-8-2017, ડલાસ
આજે સ્વામીશ્રીએ આપેલી મુલાકાતોમાંથી વિશેષ પ્રસંગો આ પ્રમાણે હતા.
કનુભાઈ નામના હરિભક્ત આવ્યા. સ્વામીશ્રીએ સામેથી યાદ કરાવ્યું કે તેઓ 1977માં તેમને ત્યાં ઊતરેલા.
શાસ્ત્રીજી મહારાજના વખતના હરિભક્ત આર. યુ. પટેલના દીકરા ભરતભાઈ (કંપાલા) આવ્યા. સ્વામીશ્રી કહે : ‘તમારા ઘરે મહિનો રહેલા.’
વાંદરવેલા ગામના અહીં સ્થાયી થયેલા હરિભક્ત ધર્મેશભાઈ આવ્યા. સ્વામીશ્રી કહે : ‘તમારા ઘરે ઘણી વાર રોકાયા છીએ.’
કેવિન નામના એક અમેરિકન હરિભક્ત આવ્યા. યુ.એન.માં સારા હોદ્દા પર છે. તેમણે સ્વામીશ્રીની રુચિ જાણીને પૂછ્યું : ‘ઇન્ટરનેશનલ (આંતરરાષ્ટ્રીય) સંપ કેવી રીતે થાય ?’
સ્વામીશ્રી કહે : ‘ફૅમિલીથી શરૂઆત કરો, તો ઇન્ટરનેશનલ લેવલે(કક્ષાએ) થશે.’
બીજા એક હરિભક્ત આવ્યા. તેમના ઘરમાં અપાર પ્રશ્નો રહ્યા જ કરે છે... વાસણ એટલાં ખખડ્યાં કે અબોલા થઈ ગયા છે.
સમાધાન આપતાં સ્વામીશ્રી કહે : ‘ઘરસભા ચાલુ કરો.’
આ મુલાકાતોમાં સ્વામીશ્રીની યાદશક્તિનાં દર્શન કરીને અભિભૂત થતાં અક્ષરવંદનદાસ સ્વામી કહે : ‘આપને અંતર્યામીપણું વાપરવાની જરૂર જ નથી, એટલા બધા હરિભક્તો અને એટલું બધું આપને યાદ છે !’
સ્વામીશ્રી કહે : ‘યાદ તો ઘણા બધા છે, પણ બોલવાનો સમય નથી રહેતો.’
એનો અર્થ એ થયો કે સ્વામીશ્રી જે બોલે છે તે તો કિંચિત - લેશ જ છે.
Vachanamrut Gems
Gadhadã II-40:
Never Harm a Devotee of God to Experience Supreme Happiness
“It is because of the influence of avarice, egotism, jealousy and anger that one spites a devotee of God. Only one who does not possess these four can revere a devotee of God. Therefore, one who wishes to experience supreme happiness in this very body and also experience supreme happiness after death should never harm a devotee of God – by thought, word or deed.”
[Gadhadã II-40]