પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 9-10-2017, લંડન
સ્વામીશ્રી પલંગ પર પોઢ્યા. અમૃતકીર્તનદાસ સ્વામી આભાર માનતા હોય તેવી લાગણી સાથે કહે : ‘સ્વામી ! અમને પ્રમુખસ્વામી મહારાજનાં ભોજન-દર્શન, વૉકિંગ-દર્શન અને શયન-દર્શન જેવું દર્શનનું સુખ મળ્યું હતું. જૂના સંતો વાત કરતા કે તેમને પ્રમુખસ્વામી મહારાજને સ્નાન કરાવવાનો લાભ, ચરણ-સેવાનો લાભ એ બધું મળતું, પણ પ્રમુખસ્વામી મહારાજ તો ગયા.... અમને થયું કે હવે શું ? હવે તો આ બધા લાભ નહીં મળે. આવું સુખ નહીં મળે. પણ આપે આ બધાં જ સુખ અમને આપ્યાં. હવે કાંઈ બાકી રહ્યું હોય એવું લાગતું નથી.’
સ્વામીશ્રી અદ્ભુત વાક્ય બોલ્યા : ‘સત્પુરુષ પૃથ્વી પરથી કદી જતા નથી, પકડી રાખે.’
ખરેખર સ્વામીશ્રીએ આપણને બધાને પકડી રાખ્યા છે. પ્રમુખસ્વામી મહારાજ ગયા હોય તેવું લાગવા જ દીધું નથી. સતત સ્વામીશ્રીના પગલાં આપણી વચ્ચે, આપણી સાથે વિચરી રહ્યા હોય તેવો અનુભવ કરાવ્યો છે.
Vachanamrut Gems
Gadhadã II-22:
The powers of an Ekãntik Sãdhu
“…just as the lords of countless millions of brahmãnds – Brahmã and other ishwars – bring countless types of gifts and other articles for God, they also bring them for that sãdhu. Moreover, by the grace of God, that sãdhu acquires transcendental powers and strength. Keeping such a lofty thought in one’s mind, one should not desire anything other than God…”
[Gadhadã II-22]