પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૩
માણાવદર.
માણાવદરમાં એક રાત્રે ચેષ્ટા પછી યુવકો યોગીજી મહારાજના ચરણ ચાંપી રહ્યા હતા. એક યુવક તેઓના ગોઠણે ખરજવાની દવા ચોપડતા હતા. (હંમેશાં ખૂબ સાષ્ટાંગ દંડવત્ કરવાથી સ્વામીશ્રીના પગે ખરજવા જેવું ચાઠું રહેતું.) ત્યારે એક યુવકે તેઓને પૂછ્યું કે, 'ભગવાનને રોગ હોય ?'
યોગીજી મહારાજ કહે, 'ભગવાનને ન હોય પણ સંતને હોય.' જરા અટક્યા પછી હસીને કહે, 'ઉપરથી તાજામાજા લાગીએ છીએ પણ અંદર તો શુંયે થતું હોય.'
ત્યારે બીજા યુવકે પૂછ્યું કે, 'દવા કેમ લાગુ પડતી નથી ?' તેઓ કહે, 'જુદા જુદા વૈદ્યોને સેવા મળે ને !' આ પ્રમાણે કહેતાં યુવકોને ખૂબ આનંદ કરાવ્યો. પોતે પણ ખડખડાટ હસી પડ્યા. પછી પોઢી ગયા.
- સાધુ ઈશ્વરચરણદાસ.
Vachanamrut Gems
Gadhadã II-42:
Glory of Akshar
“… Countless millions of brahmãnds dwell like mere atoms in each and every hair of that Akshar…”
[Gadhadã II-42]