પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૮
ગઢપુર
એક વખત મેં યોગીજી મહારાજ પાસે અખંડ નિર્દોષબુદ્ધિ રહે એવા આશીર્વાદ માગ્યા.
થોડીવાર પછી તેઓ મને એકાંતમાં લઈ ગયા અને મારું કાંડું પકડતાં મૃદુતાથી કહે, 'અમારી એવી કઈ ક્રિયા છે કે જેમાં તમને મનુષ્યભાવ આવે છે ?'
યોગીજી મહારાજ ત્યારે દિવ્યભાવમાં આવી ગયા હતા. મને થયું હમણાં સ્વામીશ્રી વિરાટરૂપે દિવ્ય દર્શન આપશે.
સ્વામીશ્રી પરભાવમાં આવી કહેવા લાગ્યા, 'જો હું ધારું તો જમું જ નહિ, હંમેશા ઉપવાસ કરું. જો હું ધારું તો સૂવું નહિ. જો હું ધારું તો નીચે સૂઈ જાઉં. જો હું ધારું તો તમારી પાસે હાથપગ દબાવરાવું નહિ. એમ દિવ્યભાવમાં વર્તું. પણ તો પછી તમે વૃદ્ધિ કેમ પામો ? તમે બધા મારી સામે બેસી રહો. તમને સેવા મળે અને તેથી સંસ્કાર વધે અને વૃદ્ધિ પમાય. એ માટે અમે તમને સેવા આપીએ છીએ. તમારે ભડકો જોવો છે ? તો હું સ્વામીને પ્રાર્થના કરું તો તમને ભડકો દેખાડે. પણ તેમાં સમાસ ન થાય. માટે જ્ઞાનની સ્થિતિ કરવી. જે સંત મળ્યા છે તે સાક્ષાત્ પ્રાપ્તિ થઈ ચૂકી છે. એમ અખંડ માનવું.'
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-55:
A constant Thought in My Mind
“However, the following thought is constantly in My mind: When a person is laid down on his death-bed with death impending, everyone loses their self-interest in that person. The mind of the person who is dying also becomes dejected from worldly life. In the same way, I also constantly feel as if death is imminent for Myself as well as for others. In fact, I constantly regard each and every worldly object to be perishable and insignificant. Never do I make any distinctions such as, ‘This is a nice object, and this is a bad object.’ Instead, all worldly objects appear the same to Me…”
[Gadhadã II-55]