પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 18-10-2017, લંડન
સ્વામીશ્રી ઍરપોર્ટ પરથી સ્પ્રિન્ટર વાનમાં વિરાજ્યા. આજે વાનનો ડ્રાઇવર સ્ટુઅર્ટ હતો. તેણે આ વાનની વ્યવસ્થા કરતા વિશ્વાસભાઈને પોતાનો અનુભવ કહ્યો, અને વિશ્વાસભાઈએ તેના વતી સ્વામીશ્રીને કહ્યું : “સ્ટુઅર્ટ કહે છે - ‘જ્યારથી આપનાં દર્શન થયાં ત્યારથી મારા જીવનમાં પોઝિટિવિટી(સવળી વિચાર-સરણી) આવી ગઈ છે. મારા મિત્રોને આવો અનુભવ થયો ને મને કહ્યું.”
સ્વામીશ્રી કહે : ‘લાઇફ ચેન્જ !’ (જીવન પરિવર્તન)
સ્વામીશ્રીએ સંતોને તથા વિશ્વાસભાઈને પ્રસાદ આપ્યો. પછી સ્ટુઅર્ટ માટે પણ પ્રસાદ મંગાવ્યો.
વિશ્વાસભાઈ કહે : ‘ગઈ વખતે આપે એને જે પ્રસાદ આપ્યો હતો તે, તે એક સાથે જમી ન ગયો, પણ રોજ આપને યાદ કરીને થોડો થોડો જમે છે !’
સ્ટુઅર્ટ ભક્ત બનીને સ્વામીશ્રી સાથે જોડાઈ ગયો હતો, તો જ એને સ્વામીશ્રીની સ્મૃતિ કરવાની આવી રીતિ સૂઝી આવે.
Vachanamrut Gems
Gadhadã II-22:
The 'Brave Soldier' Analogy
“Now, in this example, the flag represents the abode of God, and the brave soldiers of the kings represent the staunch devotees of God. Regardless of whether they encounter honours or insults in this world; regardless of whether they encounter bodily comforts or miseries; regardless of whether their bodies remain healthy or unhealthy; and regardless of whether their bodies survive or die, staunch devotees of God never harbour timid thoughts such as, ‘We will suffer this much pain,’ or ‘we will enjoy this much happiness.’ Neither of these two types of thoughts arises within their minds. Such devotees firmly believe, ‘We want to attain the abode of God within this very lifetime; we do not want to become enticed by anything along the way.’ ”
[Gadhadã II-22]