પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 18-10-2017, પેરિસ
સભામાંથી વિદાય લેતાં પોતાની રીત પ્રમાણે સ્વામીશ્રી એક-એક હરિભક્તની દૃષ્ટિમાં દૃષ્ટિ પરોવતાં આગળ વધવા લાગ્યા, પરંતુ સ્વામીશ્રી તેઓની જમણી બાજુના ભક્તો પર દૃષ્ટિ કરવામાં એટલા મશગૂલ બની ગયા હતા કે દૃષ્ટિ કરતાં કરતાં છેક દરવાજા સુધી પહોંચી ગયા. આત્મસ્વરૂપદાસ સ્વામીએ વિનંતી કરી : ‘જરા આ બાજુ દૃષ્ટિ કરજો !’
સ્વામીશ્રીએ મુખ ફેરવ્યું, ને ‘ઓ ! આ રહી ગયા !’ તેવા ભાવ સાથે, ત્યાંથી જ દૃષ્ટિ કરવાને બદલે, પાછા ચાલતાં પહેલા હરિભક્ત સુધી પહોંચી ગયા.
સ્વામીશ્રીને મન એક પણ હરિભક્ત લાભથી વંચિત ન રહેવો જોઈએ.
Vachanamrut Gems
Gadhadã II-47:
The vishays will never fulfill us
“Moreover, our jivas have previously indulged in the panchvishays through countless bodies, as demigods, humans, etc. Nevertheless, we have not been content with those vishays. Therefore, now that we are devotees of God, indulging in the vishays for a further year, or two years, or maybe even five years will still not fulfill us…”
[Gadhadã II-47]