પ્રેરણા પરિમલ
સંયમ-નિયમ વિના સિદ્ધિ નહીં
મહેસાણા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ છાત્રાલયમાં સેવા આપતા સંતે છાત્રાલયની પ્રવૃત્તિઓનો અહેવાલ આપતાં પ્રમુખસ્વામી મહારાજ સમક્ષ કહ્યું, 'અમે અહીં સર્વેક્ષણ કર્યું તો ખ્યાલ આવ્યો કે છાત્રાલય છોડ્યા પછી પણ ૩૩„ વિદ્યાર્થીઓ અહીં લીધેલા નિયમોનું પાલન કરે છે.'
આ સાંભળતાં જ સ્વામીશ્રીએ કહ્યું, 'જે આપણા નિયમો છે- દારૂ ન પીવો, ચોરી ન કરવી, કોઈને દુઃખ ન આપવું - એ રાખે એટલે એ બધા સત્સંગી જ છે. ભલે રામને માને કે કૃષ્ણને માને કે કોઈપણમાં શ્રદ્ધા રાખે, પણ જે નિયમ સાચવે છે એ બધા સત્સંગી જ છે. જેને નિયમ નથી એ બધા પશુ જ કહેવાય. નાચવું, ફેલફતૂર કરવાં એ આપણું કામ નહિ. ગમે ત્યાં જઈશું, પણ વ્યસનમુક્ત રહીશું ને પુરુષાર્થ કરીશું, ભગવાનમાં શ્રદ્ધા રાખીશું તો સુખી થવાશે ને જીવનમાં લાભ થશે, બાકી મુશ્કેલી જ થશે.'
પછી સામે બેઠેલા વિદ્યાર્થીઓને સંબોધતાં કહ્યું : 'ભલે તમે સ્વામિનારાયણ ના થાવ, પણ સત્સંગ તો કરો જ. ગમે ત્યાં જાવ, ડૉક્ટર થશો કે નેતા થશો, પણ વૃત્તિ સારી નહિ હોય તો સેવા સરખી નહિ કરી શકો. ગાંધીજીએ પોતડી પહેરીને સ્વરાજ લીધું, સ્વાર્થ હોય તો એવું શક્ય ન બને. જો સત્સંગ કરતા હશો તો અનુસંધાન રહેશે કે મારાથી ખોટું ન થાય. માટે એવા નિયમ રાખશો તો તમારી વૃદ્ધિ અને પ્રગતિ પણ થશે.'
જમતાં જમતાં પણ સ્વામીશ્રીએ ખૂબ અદ્ભુત વાત કરી કે નિયમ-સંયમ સનાતન છે, સૌ કોઈ માટે છે, સુખ-શાંતિ-પ્રગતિ માટેનો એ સત્ય માર્ગ છે.
Vachanamrut Gems
Gadhadã III-19:
For One Who has Renounced
“A devotee who has renounced worldly life may possess two undesirable traits which do not befit him in this Satsang fellowship. The first is lust, and the second is affection for his relatives. In my eyes, one who possesses these two undesirable traits is like an animal. Of these two, I have an extreme repulsion for one who has excessive affection for one’s relatives. “For this reason, then, a person who has renounced worldly life should not keep even the slightest amount of affection for his relatives…”
[Gadhadã III-19]