પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 17-10-2017, પેરિસ
સ્વામીશ્રી પર દિવાળી અને નૂતન વર્ષ નિમિત્તેના દેશ-વિદેશથી ભક્તો-ભાવિકોના હજારોની સંખ્યામાં પત્રો આવે છે. સામે પ્રત્યુત્તરમાં સ્વામીશ્રી તરફથી પણ એક પત્ર તે બધાને પહોંચે તેવું આયોજન થયું હતું. તે માટેનો જે પત્ર તૈયાર થયો હતો તેનો અંગ્રેજી અનુવાદ સ્વામીશ્રીને વંચાવવામાં આવ્યો. સ્વામીશ્રીએ બધું માન્ય કર્યું, પણ તેના સંબોધન તરફ નિર્દેશ કરતાં કહ્યું :
‘આ બદલવા જેવું છે.’ પત્રમાં લખ્યું હતું : ‘Dear Devotees...!’ (પ્રિય ભક્તો !)
યોગવિવેકદાસ સ્વામીએ વિકલ્પરૂપે સૂચવ્યું : ‘તો Bapa’s most beloved devotees! (બાપાના પ્રિય ભક્તો !) એવું કરીએ ?’
સ્વામીશ્રીએ ‘હા’ કહી. પણ પછી કહે : Bapa’s most beloved Muktos! (બાપાના પ્રિય મુક્તો !) એવું લખીએ.’
સંતોએ વિચાર મૂક્યો : ‘પણ આ બધામાં બહારના પણ હોય ને ?’
સંતોને મનમાં હતું કે આવું સાંપ્રદાયિક સંબોધન તે સૌને યોગ્ય લાગશે કે કેમ ?
સ્વામીશ્રી મહિમાથી કહે : ‘બધા મુક્તો જ.’
Vachanamrut Gems
Gadhadã II-44:
A godly person
“Moreover, I personally feel, ‘If one previously has kept the company of the great Purush or has had the darshan of God, then one will only perceive one’s own flaws but will never perceive flaws in any other devotee of God.’ A person with such characteristics should be known to be godly.”
[Gadhadã II-44]