પ્રેરણા પરિમલ
વત્સલ છવિ
(તા. ૨૫-૨-૯૮, પુરુષોત્તમપુરા)
સ્વામીશ્રી પ્રાતઃપૂજા કરી રહ્યા હતા. આજુબાજુનાં ગામના યુવકોએ કીર્તનો ગાયાં. છેલ્લે વારો આવ્યો નવાગામના નાનકડા હર્ષદનો. એ પ્રવચન રજૂ કરવાનો હતો. વિષય હતો 'ટી.વી.' એનું પ્રવચન પૂરું થાય તે પહેલાં સ્વામીશ્રીની પૂજા પૂર્ણ થઈ ગઈ. હરિભક્તો સ્વામીશ્રીનાં દર્શને આવવા લાગ્યા. રંગમાં ભંગ પડતો જોઈ હર્ષ મૂંઝાયો. સ્વામીશ્રી એની મનોવ્યથા કળી ગયા. હરિભક્તોને અટકાવી કહે: 'તારું પ્રવચન પૂરું કર.' અને હર્ષદ આનંદમાં આવી ગયો. એણે પ્રવચન પૂરું કર્યું. સ્વામીશ્રી તેને હેતથી સાંભળી રહ્યા હતા. હાથના લટકે નવાજી રહ્યા હતા. પ્રવચનને અંતે સ્વામીશ્રીએ તેને પાસે બોલાવ્યો અને હેતથી માથે હાથ મૂકી પ્રસાદ આપ્યો. એ તો રાજી રાજી થઈ ગયો. સ્વામીશ્રીની આ કરુણા ઝરતી વત્સલ છવિ હર્ષદ કદી ભૂલે ખરો !?
Vachanamrut Gems
Gadhadã II-3:
Attaining of Falling from a Great Status
“… In addition, all those who abide by the niyams prescribed by Shri Krishna Bhagwãn attain a great status, whereas those who do not abide by those niyams fall from their status, even if they are great. It is also said that if a common person breaches those niyams, he will certainly regress.”
[Gadhadã II-3]