પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૧
સારંગપુર
યોગીજી મહારાજ સારંગપુરથી તુરખા જઈ રહ્યા હતા. જ્યારે યોગીજી મહારાજ મોટા મંદિરમાંથી બહાર ગામડે વિચરણમાં નીકળે ત્યારે ઠાકોરજીનાં દર્શન અવશ્ય કરે. ઠાકોરજીની રજા લઈને જ નીકળે. બપોરનો ધોમ તાપ ધખતો હતો અને યોગીજી મહારાજ સારંગપુર મંદિરનાં ઊંચાં પગથિયાં ચઢીને ઉપર પહોંચી ગયા. એકી નજરે બધા દેરામાં દર્શન કર્યા. હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ આગળ યોગીજી મહારાજ વિશેષ મુજરા - દૃષ્ટિ અને હૃદયથી કરતા. નીચે આવી સૌને મળ્યા.
ગાડામાં બેસવાની તૈયારી કરતા હતા, ત્યાં ફરી કંઈ યાદ આવ્યું એટલે પોતે ઉપર દોડ્યા, ફરીથી મહાકાય પગથિયાં ચઢીને ઠાકોરજી આગળ પહોંચી ગયા. ફરી એ જ દર્શન, એ જ તાલાવેલી.
'ચાલો બાપા, ગાડું તૈયાર છે,' એવો અવાજ સંભળાયો, ત્યારે જ યોગીજી મહારાજ દર્શન-સમાધિમાંથી જાગ્રત થયા, ફરી પાછી દંડવત્ પ્રણામવિધિ કરી, હસતાં હસતાં નીચે ઊતર્યા.
આ ઉંમરે આ શ્રદ્ધા, આ ભક્તિ, જોઈને સૌ નતમસ્તક થયા. ભગવાનની અષ્ટ પ્રકારની પ્રતિમાને વિષે પ્રત્યક્ષપણાનો આવો સચોટ ભાવ જોઈને, સૌને અનેરી પ્રેરણા મળતી. વૃત્તિ દ્વારા ભગવાન સાથે અખંડ સંલગ્નતા અનુભવતા છતાં, પ્રતિમાને વિશે પણ આવો પ્રત્યક્ષપણાનો અતૂટ ભાવ, સાચા અર્થમાં બ્રહ્મસ્વરૂપ થયા સિવાય શે સંભવી શકે ?
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã III-26:
The Sant who is Worthy of Being Worshipped on par with God
“What are the characteristics of a Sant who is worthy of being worshipped on par with God? Well, such a Sant suppresses the actions of mãyã’s gunas – the indriyas, the antahkaran, etc.; but he himself does not get suppressed by their actions. In addition to this, he only performs activities related to God; he is staunch in his observance of the five religious vows; and believing himself to be brahmarup, he worships Purushottam Bhagwãn. Such a Sant should not be thought of as a human being, nor should he be thought of as a demigod, because such behaviour is not possible for either humans or demigods. Indeed, even though that Sant appears to be human, he is still worthy of being worshipped on par with God. Therefore, whoever desires to attain liberation should serve such a Sant…”
[Gadhadã III-26]