પ્રેરણા પરિમલ
સંબંધે મોટપ
(તા. ૩૦-૯-૯૭, સારંગપુર)
વિદ્યાનગરથી ભગવતચરણ સ્વામી દર્શને આવ્યા. સંતોએ તેમને પૂછ્યું : 'તમે શાસ્ત્રીજી મહારાજના શ્રાદ્ધને દિવસે અહીં કેમ ન આવ્યા ?'
ભગવતચરણ સ્વામી : 'એ દિવસે હું મહેળાવમાં હતો.' પછી ગમ્મત કરતાં તેઓ કહે : 'હું હંમેશા મૂળને પકડું છું. શાસ્ત્રીજી મહારાજ મહેળાવમાં પ્રગટ્યા તો આજે આ સારંગપુર છે ને બધું છે. મૂળ એ મૂળ.' સાહેદી લેવા તેઓેએ સ્વામીશ્રીની સામે જોયું એટલે તરત જ સ્વામીશ્રી બોલ્યા : 'અમે આ રીતે નાનું-મોટું કરતા જ નથી. જન્મભૂમિ હોય કે કર્મભૂમિ કે સમાધિભૂમિ એ બધી સરખી જ વસ્તુ છે. એમાં નાનું-મોટું કરવા જઈએ તો દ્રોહ થાય. છપૈયા મોટું ને ગઢડા નાનું એવું ન કરાય. એમના સંબંધમાં આવ્યું એ બધું સરખું જ દિવ્ય કહેવાય.' સ્વામીશ્રીએ ગમ્મતમાં પણ દિવ્યતામાં ભેદની વાતને પુષ્ટિ ન આપી.
Vachanamrut Gems
Gadhadã III-38:
The supreme God who manifests on earth out of compassion
... the form of God in Akshardhãm and the form of the muktas – the attendants of God – are all satya, divine and extremely luminous. Also, the form of that God and those muktas is two-armed like that of a human being, and it is characterised by eternal existence, consciousness and bliss. That God, residing in Akshardhãm, is served by those muktas with various types of divine articles, and He is always present there to bestow supreme bliss upon those muktas.
[Gadhadã III-38]