પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 16-10-2017, પેરિસ
સ્વામીશ્રી જાગ્રત થયા ત્યારે વિપુલભાઈ વાઘેલા એક યુરોપિયન ગુણાનુરાગી શ્રી રાલ્ફ ઈટરમેનને લઈને આવ્યા. તેમનો પરિચય આપતાં તેમણે જણાવ્યું કે ‘આપણી સંસ્થાના ઘણા બધા પ્રોજેક્ટોમાં તેમણે સેવાઓ આપી છે.’
આની પહેલાં પણ તેઓ સ્વામીશ્રીને પીંડવાડામાં મળેલા છે. ત્યાં સ્વામીશ્રી સાથે કંઈ વાત નહોતી થઈ, ફક્ત સ્પર્શ થયો હતો. પણ ઈટરમેન કહે છે કે ‘મને સૌથી વધુ સ્પર્શ્યું તે તેમનો સ્પર્શ અને બીજું તેમનું મૌન.’
તે પોતે લખે છે : ‘મને મહંત સ્વામી મહારાજને મળવાની ખૂબ મજા આવી અને તેમનો મૌન સંવાદ મને ખૂબ પ્રભાવિત કરી ગયો.’
એટલું જ નહીં, તેમના પિતાજીએ જ્યારે સ્વામીશ્રીની ફૂલોં સે હોલીનો વીડિયો જોયો ત્યારે તેઓ પણ ખૂબ રાજી થયા. અને ત્યારપછી પોતાની જાતે જ ‘યુ ટ્યૂબ’ પરથી નિયમિત ‘ગુરુહરિ દર્શન’ જુએ છે અને કહે છે કે ‘મને તેમાંથી બહુ આનંદ આવે છે.’
Vachanamrut Gems
Gadhadã II-26:
The half-fallen satsangi
“… Also, a devotee of God should perceive flaws primarily in himself. Conversely, a person who perceives flaws in others and only virtues in himself may be known as a satsangi, but he should be known to be half-fallen.”
[Gadhadã II-26]