પ્રેરણા પરિમલ
સ્વામિનારાયણ કટ
દેવગઢ બારિયાથી અમેરિકા જઈ રહેલા એક હરિભક્ત દર્શને આવ્યા હતા. સાથે તેઓના બે નાના સુપુત્રો પણ હતા. આ બંને પુત્રોએ અલગ પ્રકારના વાળ કપાવ્યા હતા. છાજલીની જેમ 'ક્રુ કટ' કર્યા પછી આગળની બાજુ એ થોડાક વાળ બાકી રહે એ રીતની આ કટ જોઈને પ્રમુખસ્વામી મહારાજે સૌમ્ય વેશ-કેશ રાખવાની પ્રેરણા આપી.
તેમની સંમતિથી કાતર મંગાવીને સ્વામીશ્રીએ બંનેના આગળના વધેલા વાળને થોડાંક કાપી આપ્યા અને કહ્યું કે ''હવેથી આપણે 'સ્વામિનારાયણ કટ' રાખજો. આવી ખોટી કટ રાખવાનો કોઈ અર્થ નથી. પરદેશ જઈએ છીએ, તો ત્યાં તો વધારે ધ્યાન રાખવું પડશે. કુસંગ ન લાગી જાય ને સત્સંગ દૃઢ રહે એ માટે મનને મક્કમ રાખજો.''
આમ વિશિષ્ટ રીતે લટ કાપવાનો વિધિ કરીને સ્વામીશ્રીએ વેશ-કેશથી બદલાતી જીવનશૈલીને બદલે અંતરથી જીવન શુદ્ધ રાખવાનો સંદેશ આપ્યો.
Vachanamrut Gems
Gadhadã II-26:
Never Displease God
“A devotee of God should never do anything that displeases God and His Bhakta, and he should also abandon all those who hinder him in worshipping God, even if they are his own relatives…”
[Gadhadã II-26]