પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૯
અડવાળ, તા. ૩૦-૩-'૫૯
આગલે દિવસે ગોંડળથી અડવાળ મોટરમાં પધારતા દરેડ બાપુએ ઢસા જવાનું કહ્યું. પછી યોગીજી મહારાજને ઇચ્છાથી જસદણ થઈને આવ્યા રસ્તામાં બે વાર મોટરને પંક્ચર પડેલું. બીજે દિવસે અડવાળમાં જમતાં જમતાં યોગીજી મહારાજ પ્રમુખસ્વામીને કહે કે, 'દરેડ બાપુએ સેવા સારી કરી. આપણે એમનું માન્યું હોત તો પંક્ચર ન પડત. પછી મને ઘણો પશ્ચાત્તાપ થયો હતો.'
એક દિવસ રાત્રે એક યુવકે પૂછ્યું, 'સ્વામી આજે નહાતી વખતે આપના માથા ઉપર જીવડું આવીને પડ્યું. આપે તે બાજુએ નાંખ્યું. તે ક્યાં ગયું' હશે ?' ત્યારે યોગીજી મહારાજ કહે, 'શિવલાલ બધું યાદ રાખે.' પછી કહે, 'એને સંસ્કાર લાગ્યા, બદરિકાશ્રમમાં જશે.' ત્યારે નારણભાઈને પૂછ્યું, 'બધા બદરિકાશ્રમમાં જાય ?'
યોગીજી મહારાજ કહે, 'પહેલાં બદરિકાશ્રમમાં જાય અને પછી તપ કરીને અક્ષરધામમાં જાય.'
અહોહો, શું સંબંધનો મહિમા !
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-45:
As You are Devotees...
“Furthermore, as you are devotees of God, I do not wish to leave any form of improper swabhãvs within your hearts…”
[Gadhadã II-45]