પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 16-10-2017, પેરિસ
આ અરસામાં સંતો પોતાને જમાડે અને પોતે તેમને જમાડે તેવો અણમૂલો લાભ સ્વામીશ્રી આપી રહ્યા હતા. તે પ્રમાણે આજે પણ કેટલાક સંતોને લાભ મળ્યો.
પછી યોગવિવેકદાસ સ્વામીને બોલાવ્યા. જમાડવા માટે સ્વામીશ્રીએ ભાખરો પસંદ કર્યો. સૌના મનમાં થયું કે ‘આટલી બધી વાનગીઓ છે તેમાંથી ભાખરો ક્યાં પસંદ કર્યો ?’
પણ રહસ્ય ત્યારે ખૂલ્યું કે જ્યારે રસોઈ બનાવનાર ગણપત મહારાજે કહ્યું : ‘સ્વામી આજે થોડા વહેલા જમવા બિરાજી ગયા. તે વખતે ભાખરો બનાવવાનું ચાલુ હતું. ભાખરો શેકાતાં વાર લાગે. મને થયું કે સ્વામીશ્રી જમી રહેશે તો ભાખરો રહી જશે. મારી ખૂબ ઇચ્છા હતી કે મારા હાથે બનેલો આ રાજસ્થાની ભાખરો સ્વામીશ્રી જમે, અને મારો સંકલ્પ પૂરો કરવા જ સ્વામીશ્રીએ સામેથી ભાખરો માંગ્યો.’
સ્વામીશ્રી આવા તો કંઈક કેટલાયનાય સંકલ્પો પૂરા કરતા હશે.
Vachanamrut Gems
Gadhadã III-39:
One should apply these two types of gnan with great fervour
“If one attains the gnãn of one’s jivãtmã and the gnãn of God’s greatness as mentioned earlier, then even if one has somehow become attached to any sort of pleasures of the panchvishays, one would not remain bound by them, but would, in fact, break that bondage and withdraw from them. How, then, can one who forsakes the pleasures of the panchvishays become attached? Therefore, having listened to these two types of gnãn, one should apply them within one’s mind with great fervour…”
[Gadhadã III-39]