પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 15-10-2017, લૅસ્ટરથી પેરિસ જતાં વિમાનમાં
સ્વામીશ્રીની સાથે મુસાફરી કરી રહેલા હરિભક્તો પૈકી જયેશભાઈ પટેલે તેમની અણમૂલી સ્મૃતિ સમાન ઓટોગ્રાફ બુક (હસ્તાક્ષર નોંધ) સ્વામીશ્રીને બતાવી. અને રસપ્રદ વાત કરતાં કહ્યું : ‘1988માં જન્મજયંતી નિમિત્તે પ્રમુખસ્વામી મહારાજ નૈરોબી પધાર્યા હતા. હું ઉત્સાહથી સ્વામીબાપા અને સંતો પાસે જઈને આશીર્વાદ, ઓટોગ્રાફ લેવા લાગ્યો. આપની પાસે આવ્યો. આપ મારી સામું જોતાં જોતાં લખવા લાગ્યા. અંતે મેં જોયું તો સાધુનું ચિત્ર ! હું રાજી થઈને લઈને જતો રહ્યો, પણ તેમાં સહી કરાવવી રહી ગઈ હતી.’ સ્વામીશ્રીએ અત્યારે સહી કરી આપી.
પછી જયેશભાઈએ પૂછ્યું : ‘ક્યારનીય પૂછવાની ઇચ્છા હતી તે આજે પૂછી લઉં - ‘આપે સાધુનું ચિત્ર કેમ દોર્યું હતું ? એનો મતલબ શો ?’
સ્વામીશ્રી સ્મિત કરતાં કહે : ‘Everybody should be a sadhu !’ (બધાએ સાધુ થવું જોઈએ !)
Vachanamrut Gems
Gadhadã II-57:
How to Love God
“Please listen, I wish to speak to all of you. When you were singing devotional songs, and as I was listening to them, a thought occurred to Me, which I shall now share with you. If one wants to love God, one should love Him while believing oneself to be the ãtmã, which is characterised by pure existence…”
[Gadhadã II-57]