પ્રેરણા પરિમલ
યથા દેહે તથા દેવે
(તા. ૨૫-૯-૯૭, સારંગપુર)
આજે મંદિરમાં પ્રત્યેક ખંડમાં શ્રીજીમહારાજની જુદી જુદી સ્વાભાવિક ચેષ્ટા અને લીલાઓને અનુરૂપ શણગાર ધરાવવામાં આવ્યા હતા. પ્રથમ ખંડમાં હરિકૃષ્ણ મહારાજની મૂર્તિને માથે કાન દેખાય એ રીતે તેઓની અસલ પ્રકૃતિ પ્રમાણે ઉપરણી ઓઢાડીને થાળ ધર્યા હતા. આગળ વિવિધ વાનગીઓ નીચે મૂકી હતી. મૂળજી બ્રહ્મચારી વીંઝણો લઈને હજૂરમાં ઊભા હતા. સંતોએ 'મારે ઘેર આવજો છોગલા ધારી...' થાળ ઉપાડ્યો. સ્વામીશ્રી ઠાકોરજીની ભોજન કરતી મૂર્તિનાં દર્શન કરતા રહ્યા. છેલ્લે પૂજારી સ્વામીને કહ્યું : 'મહારાજ જમવા બિરાજ્યા છે પણ થાળ ઠેઠ નીચે (ચરણ પાસે) મૂક્યો છે. જમવું હોય તો કેટલો દાખડો પડે?' એટલું કહીને પોતે નીચે નમીને ગ્રાસ લેવામાં કેટલી મુસીબત પડે છે એનું નિદર્શન કરી બતાવ્યું. પછી કહે : 'ટેબલ ઊંચું કર્યું હોત તો ઠાકોરજી ગ્રાસ સારી રીતે લઈ શકત.'
પૂજારીએ આ ભૂલ તરત સુધારી લીધી. ભગવાનની અષ્ટ પ્રકારની મૂર્તિમાં સ્વામીશ્રીને સાક્ષાત્ ભાવ અહોનિશ રહે છે. એટલે જ 'યથા દેહે તથા દેવે' ઉક્તિ મુજબ ઠાકોરજીની નવધા ભક્તિ-સેવામાં તેઓ કદી ચૂક પડવા દેતા નથી.
Vachanamrut Gems
Gadhadã III-18:
Why does one dream the unseen?
Then Nirlobhãnand Swãmi asked, “Mahãrãj, many times objects that have never been seen or heard in the waking state spring forth in dreams. What may be the reason for this?”
Shriji Mahãrãj explained, “If objects that have never been previously seen or heard appear in the dream state, it is due to ingrained desires generated by karmas performed in past lives.”
[Gadhadã III-18]